મોદી ક્યાંથી ચૂંટણી લડશે, આજે થઇ શકે છે એલાન

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 માર્ચ: ભાજપ આજે લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં 150 ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. પાર્ટી પહેલાં જ વિભિન્ન રાજ્યો માટે ઉમેદવારોની બે યાદીમાં 106 ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે.

પાર્ટીના સૂત્રોએ કહ્યું હતું કે ભાજપના ટોચની કેન્દ્રિય ચૂંટણી સમિતિ બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના ઉમેદવારોના વિષય પર વિચાર કરી શકે છે અને ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.

narendra-modi

સૂત્રોએ કહ્યું હતું કે લાલકૃષ્ણ અડવાણી, નરેન્દ્ર મોદી, સુષ્મા સ્વરાજ ઉપરાંત મુરલી મનોહર જોશીની સીટને પણ અંતિમ રૂપ આપવામાં આવી શકે છે અને નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી ચૂંટણી લડી શકે તેવી સંભાવના છે. લાલકૃષ્ણ અડવાણી, રાજનાથ સિંહ, નરેન્દ્ર મોદી, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ અને મુરલી મનોહર જોષી સહિત અન્ય નેતા બેઠકમાં પાર્ટી ઉમેદવારોની યાદીને અંતિમ રૂપ આપશે.

English summary
After declaring 106 candidates in various states in the two lists released earlier, the BJP may announce the names of its candidates for over 150 Lok Sabha seats on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X