For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોન્સુન સત્ર પહેલા સ્પીકર સુમિત્રા મહાજનની સાંસદોને અપીલ

લોકસભામાં વિપક્ષના હોબાળાના કારણે ગયા સત્રમાં કોઈ કામ ન થવાને કારણે મોન્સુન સત્ર પહેલા લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને બધા સાંસદોને ભાવુક અપીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભામાં વિપક્ષના હોબાળાના કારણે ગયા સત્રમાં કોઈ કામ ન થવાને કારણે મોન્સુન સત્ર પહેલા લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને બધા સાંસદોને ભાવુક અપીલ કરી છે. સુમિત્રા મહાજને એક પત્ર દ્વારા આ અપીલ કરી છે અને કહ્યુ છે કે લોકસભાનો 16 મો કાર્યકાળ પોતાના અંતિમ વર્ષમાં છે અને હવે માત્ર 3 સત્ર બાકી રહ્યા છે. ઘણા બધા કામ અધૂરા છે જેના પૂરા કરવાના છે. આ પત્રમાં લોકસભા સ્પીકરે ગયા સત્ર દરમિયાન થયેલા હોબાળાનો પણ ઉલ્લેખ કર્યો છે.

સુમિત્રા મહાજને ગયા વખતની ઘટનાઓનો કર્યો ઉલ્લેખ

સુમિત્રા મહાજને ગયા વખતની ઘટનાઓનો કર્યો ઉલ્લેખ

લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને બધા સભ્યોને લોકસભાની કાર્યવાહી વ્યવસ્થિત રીતે ચાલવા દેવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યુ છે કે આ આત્મમંથન કરવાનો સમય છે અને દેશને એ બતાવવુ જરૂરી છે કે ગૃહની વાસ્તવિક છબી કેવી છે. સુમિત્રા મહાજને ગયા સત્રની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યુ છે કે કેટલાક સભ્યો બેલમાં આવીને સૂત્રોચ્ચાર કરવા લાગે છે અને બોર્ડ બતાવવા લાગે છે. આના કારણે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડે છે.

દેશના વિકાસ માટે પોતાનું યોગદાન આપો

દેશના વિકાસ માટે પોતાનું યોગદાન આપો

સુમિત્રા મહાજને કહ્યુ કે, "પોતાના અનુભવના આધારે હું કહી શકુ છુ કે લોકો પોતાના પ્રતિનિધિઓના પ્રદર્શનને બહુ ઉત્સુકતાથી જુએ છે અને મીડિયા પણ લોકોને સંસદમાં તેમના પ્રદર્શનની વિસ્તૃત રિપોર્ટ પ્રસ્તુત કરે છે. એટલા માટે તમે બધાએ દેશના વિકાસ માટે પોતાનું યોગદાન આપવુ જોઈએ."

મોન્સુન સત્રમાં પણ હોબાળો થવાના અણસાર

મોન્સુન સત્રમાં પણ હોબાળો થવાના અણસાર

સંસદનું મોન્સુન સત્ર 18 જુલાઈના રોજ શરૂ થઈને 10 ઓગસ્ટ સુધી ચાલશે. આ સત્રમાં જમ્મુ કાશ્મીરમાં ગઠબંધન સરકાર પડી જવાના તેમજ આતંકવાદી હુમલા અંગે હોબાળો થવાના અણસાર છે. જ્યારે સરકારની કોશિશ વધુમાં વધુ મામલાને ઉકેલવાની રહેશે.

English summary
lok sabha speaker sumitra mahajan emotional letter ahead of parliament monsoon session
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X