For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

TDPના 12 સાંસદને લોકસભા સ્પીકરે સસ્પેન્ડ કર્યા

TDPના 12 સાંસદને લોકસભા સ્પીકરે સસ્પેન્ડ કર્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્ર દરમિયાન ટીડીપીના 12 સાંસદોને ગુરુવારે લોકસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સ્પીકરે આ સાંસદોનો ઉધડો લીધો હતો. તમામના નામ લઈને કહ્યું કે તમે લોકોએ જાણીજોઈને સદનની કાર્યવાહી ખોરવવાનું કામ કર્યું છે. સસ્પેન્ડ કર્યા બાદ પણ આ સાંસદ સદનમાં હાજર રહ્યા અને કાગળ લહેરાવી વિરોધ નોંધાવ્યો હતો. લોકસભાની કાર્યવાહી બાદ થયલ હંગામાના કારણે બપોરે બે વાગ્યા સુધી લોકસભા સ્થગિત કરી દેવામાં આવી હતી.

sumitra mahajan

લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને કહ્યું કે તમે લોકોને સત્રના બાકીના 4 દિવસની કાર્યવાહીથી બહાર કરવામાં આવી રહ્યા છે. જેને લઈ ભારે હંગામો પણ થયો જે બાદ સ્પીકરે સદનની કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. અગાઉ બુધવારે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને 5 દિવસ માટે 26 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા હતા.

અન્નાદ્રમુકના 26 સાંસદોને લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને સદનની કાર્યવાહીમાં અડચણ પેદા કરવા બદલ સસ્પેન્ડ કરી દીધા હતા. અન્નામુદ્રકના સાંસદ સભ્યો કર્ણાટકમાં કાવેરી નદી પર પ્રસ્તાવિત મેકેદાતુ સેતુના નિર્માણનો વિરોધ કરતાં નારેબાજી કરી રહ્યા હતા. સતત વેલમાં આવીને નારેબાજી કરવા અને સદનની કાર્યવાહીમાં અડચણ પેદા કરવા બદલ સભ્યોને સુમિત્રા મહાજને પહેલા ચેતવણી આપી અને બાદમાં સસ્પેન્ડ કરી દીધા હતા.

આ પણ વાંચો- અમદાવાદઃ ઈન્ડિગોની ફ્લાઈટમાંથી ધુમાડો નિકળતાં કરવી પડી ઈમરજન્સી લેન્ડિંગ

English summary
Lok Sabha speaker Sumitra Mahajan suspends 12 TDP MPs under rule 374A
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X