For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ડરના કારણે પીએમ પદના દાવેદાર ઘોષિત નથી કરતુ વિપક્ષ

2019 માં વિપક્ષી દળો તરફથી કોઈને પણ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર ઘોષિત કરવામાં આવશે નહિ. આ નિર્ણય પાછળ એક ખાસ કારણ માનવામાં આવી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ઘેરવા માટે કોંગ્રેસ સહિત બધી મુખ્ય વિપક્ષી દળો ખાસ રણનીતિ બનાવવામાં લાગી ગયા છે. ખાસ કરીને કોંગ્રેસે સમાજવાદી પક્ષ, બહુજન સમાજવાદી પક્ષ સહિત બીજા વિપક્ષી દળો સાથે મળીને મહાગઠબંધનની તૈયારી શરૂ કરી દીધી છે. આ સંબંધમાં કોંગ્રેસના રણનીતિકાર સતત બેઠકો કરવામાં લાગી ગયા છે. આ તૈયારીઓ દરમિયાન સમાચાર છે કે 2019 માં વિપક્ષી દળો તરફથી કોઈને પણ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર ઘોષિત કરવામાં આવશે નહિ. આ નિર્ણય પાછળ એક ખાસ કારણ માનવામાં આવી રહ્યુ છે.

એટલા માટે પીએમ ઉમેદવાર નથી ઘોષિત કરવા ઈચ્છુ વિપક્ષ

એટલા માટે પીએમ ઉમેદવાર નથી ઘોષિત કરવા ઈચ્છુ વિપક્ષ

કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષી દળો એક થવાનું મુખ્ય કારણ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાનું છે. ચજો વિપક્ષ તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર ઘોષિત કરવામાં આવે તો વિપક્ષી એકતા નબળી પડવાની સંભાવના વધી જશે. આ ખાસ કારણે નિર્ણય લેવામાં આવ્યો છે કે વિપક્ષ તરફથી પ્રધાનમંત્રી ઉમેદવારનો નિર્ણય 2019 ના ચૂંટણી પરિણામો બાદ થશે.

આ નિર્ણયથી મહાગઠબંધનમાં ફૂટ પડવાનો છે શક

આ નિર્ણયથી મહાગઠબંધનમાં ફૂટ પડવાનો છે શક

કોંગ્રેસના સૂત્રો તરફથી કહેવામાં આવ્યુ છે કે બધા વિપક્ષી દળોના એક પ્લેટફોર્મ પર આવવાનું મુખ્ય લક્ષ્ય એક જ છે. એવામાં કોઈ પણ પ્રકારના કોઈ ‘ભ્રમ અને વિક્ષેપ' ગઠબંધનમાં ન હોય તેની કોશિશ પક્ષની છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યુ કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ જ આગળની રણનીતિ ફાઈનલ કરવામાં આવશે. આ સંબંધમાં કોંગ્રેસના રણનીતિકારોનું માનવુ છે કે જો ચૂંટણી બાદના પરિદ્રશ્ય પર અત્યારે ચર્ચા કરવામાં આવશે તો વિપક્ષી ગઠબંધનને ઝટકો લાગી શકે છે અને તે મહાગઠબંધન માટે વિભાજનકારી સાબિત થઈ શકે છે.

યુપી માટે ખાસ ફોર્મ્યુલા પર કામ કરી રહી છે કોંગ્રેસ

યુપી માટે ખાસ ફોર્મ્યુલા પર કામ કરી રહી છે કોંગ્રેસ

સૂત્રોએ જણાવ્યુ કે 2014 ના મુકાબલે 2019 માં કોંગ્રેસ પક્ષનું પ્રદર્શન વધુ સારુ રહેશે. વળી સીટોની સંખ્યામાં પણ વધારો થશે. જો કે સૂત્રોએ એ પણ જણાવ્યુ કે પક્ષ સૌથી મોટો પક્ષ બનવાની સંભાવના ઓછી જણાય છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યુ કે ઉત્તરપ્રદેશ અને બિહાર માટે પક્ષે ખાસ રણનીતિ બનાવી છે. યુપીમાં સપા-બસપા સાથે વાતચીત ચાલુ છે. વળી, બિહાર સહિત બીજા રાજ્યોમાં પક્ષની સ્થાનિક પક્ષો સાથે વાતચીત ચાલુ છે. રણનીતિક સૂઝબૂઝ સાથે સાથે સીટે શેરિંગ ફોર્મ્યુલા બનાવવા અંગે ચર્ચા ચાલુ છે.

શિવસેના સાથે ગઠબંધનનો ઈનકાર

શિવસેના સાથે ગઠબંધનનો ઈનકાર

કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા સૂત્રોએ સ્પષ્ટ કર્યુ કે લોકસભા ચૂંટણી દરમિયાન એનડીએના ઘટક દળો શિવસેના સાથે કોઈ ગઠબંધન નહિ કરવામાં આવે. આ અંગે પક્ષ તરફથી કહેવામાં આવ્યુ છે કે શિવસેનાનું કોંગ્રેસ સાથે ‘વૈચારિક રૂપે ગઠબંધન નહિ' થઈ શકે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ઘણા વર્ષોથી એનસીપી સાથે ગઠબંધન છે જે આગળ પણ ચાલુ રહેશે. વળી આમ આદમી પાર્ટી અને ટીઆરએસ સહિત બીજા રાજ્યોની સ્થાનિક પક્ષો સાથે કોંગ્રેસના ગઠબંધન પર કોંગ્રેસના મોટા નેતાઓએ એ રાજ્યોના સ્થાનિક એકમોના નિર્ણયને પ્રાથમિકતા આપવાની રણનીતિ અપનાવી છે. પક્ષની યોજના સ્પષ્ટ છે કે આ પક્ષો સાથે તે સીધા મુકાબલામાં ઉતરશે.

મમતા સાથે મુલાકાત, શું બનશે વાત?

મમતા સાથે મુલાકાત, શું બનશે વાત?

પશ્ચિમ બંગાળ અંગે સૂત્રોએ જણાવ્યુ કે અહીં કોંગ્રેસ નેતૃત્વ ખૂબ જ નબળુ છે. એવામાં પક્ષ પ્રદેશની સત્તાધારી ટીએમસી સાથે સીટ શેરિંગ ગઠબંધન કરી શકે છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ મમતા બેનર્જી જ્યારે દિલ્હી આવી હતી તો તેમણે યુપીએની ચેરપર્સન સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. એટલે માનવામાં આવી રહ્યુ છે કે કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં ટીએમસી સાથે મેદાનમાં ઉતરી શકે છે.

English summary
Loksabha Elections 2019: Main reason behind why opposition doesn't want to declare PM candidate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X