જો રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી હારી ગયા, તો હું રાજનીતિ છોડી દઈશ: નવજોત સિંહ સિદ્ધુ
ભાજપ છોડીને કોંગ્રેસમાં શામિલ થયેલા નવજોત સિંહ સિદ્ધુ હવે યુપીએ ચેરપર્શન સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ખુબ જ વખાણ કરી રહ્યા છે. તેમને કહ્યું કે લોકોએ રાષ્ટ્રવાદ સોનિયા ગાંધી પાસેથી શીખવો જોઈએ. જે રીતે પતિ રાજીવ ગાંધીની હત્યા થઇ અને ત્યારપછી સોનિયા ગાંધીએ કોંગ્રેસને સંભાળ્યું અને આ મુકામે પહોચાડ્યું, તેનાથી લોકોને શીખવાની જરૂર છે.
પ્રિયંકાએ ખોલ્યું રાઝ- વારાણસીથી પીએમ મોદી સામે ચૂંટણી કેમ લડ્યા નહીં

સોનિયા ગાંધી પાસેથી દેશભક્તિ શીખો
નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે સોનિયા ગાંધીની જબરજસ્ત ક્ષમતાને કારણે કોંગ્રેસ 10 વર્ષ સુધી સત્તામાં રહી. આ દરમિયાન તેમને ભાજપ પર તીખા પ્રહાર કરતા કહ્યું કે જે લોકો ભાજપ પ્રત્યે વફાદાર રહે છે તેને તેઓ રાષ્ટ્રવાદી ગણાવે છે, જયારે ભાજપનો વિરોધ કરનાર લોકોને દેશદ્રોહી ગણાવે છે. એટલું જ નહીં પરંતુ સિદ્ધિએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે માટી વાત કહી.

રાહુલ ગાંધી હાર્યા તો રાજનીતિ છોડી દઈશ
નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે જો રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી હાર્યા, તો હું રાજનીતિ છોડી દઈશ. આપને જણાવી દઈએ કે અમેઠીથી ભાજપે ફરી એકવાર સ્મૃતિ ઈરાનીને ટિકિટ આપી છે. સ્મૃતિ ઈરાની આ વખતે પોતાની જીતને લઈને ઘણી આશ્વસ્ત દેખાઈ રહી છે. તેમને વિશ્વાસ છે કે અમેઠીની જનતા તેને ચોક્કસ જીતાડશે.

સ્મૃતિ ઈરાનીએ જોરદાર ટક્કર આપી હતી
વર્ષ 2014 લોકસભા ચૂંટણી વિશે વાત કરવામાં આવે તો સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને જોરદાર ટક્કર આપી હતી. પરંતુ રાહુલ ગાંધી અહીં 1 લાખ કરતા પણ વધારે વોટ અંતરથી જીત્યા હતા. પીએમ મોદીએ જાતે સ્મૃતિ ઈરાની મારે રેલી કરી હતી અને સ્મૃતિ ઈરાનીને પોતાની બહેન ગણાવતા તેના માટે વોટની અપીલ કરી હતી, પરંતુ સ્મૃતિ ઈરાની લોકસભા ચૂંટણી હારી હતી. તેમ છતાં તે સતત અમેઠીનો પ્રવાસ કરતી રહી અને લોકો સાથે સંપર્ક વધારતી રહી.