For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BJP સાથે માઇંડગેમ રમી રહી છે PDP: ઉમર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 ડિસેમ્બર: જમ્મૂ-કાશ્મીરમાં સરકાર બનાવવા માટે હવે 'માઇંડગેમ' પણ શરૂ થઇ ગઇ છે! નેશનલ કોંન્ફ્રેંસના નેતા ઉમર અબ્દુલાએ શુક્રવારે મજાક ઉડાવતાં કહ્યું કે પીડીપી સરકાર બનાવવા માટે ભાજપ સાથે ભાજપની સાથે માઇંડગેમ રમી રહી છે. ઉમર અબ્દુલાએ આ ટિપ્પણી નેશનલ કોંન્ફ્રેંસના પીડીપીના સમર્થનની ચિઠ્ઠી મોકલવાની અટકળોને નકારી કાઢી છે.

આ પહેલાં એવા સમાચાર આવી રહ્યાં હતાં કે નેશનલ કોંન્ફ્રેંસે પીડીપીને સરકાર બનાવવા માટે સમર્થનની ચિઠ્ઠી મોકલી છે. ટ્વિટર પર આ સમાચાર ચાલતાં જ ઉમર અબ્દુલાએ તેના ખંડનમાં મોડું કર્યું નહી અને સાથે જ 'માઇંડગેમ'નો કોયડો ઉછાળી દિધો.

omar-abdullah

ઉમર અબ્દુલાએ તાત્કાલિક ટ્વિટર પર કહ્યું, 'એવું લાગે છે કે પીડીપી નેશનલ કોંન્ફ્રેંસના સમર્થનની ચિઠ્ઠી બનાવટી સમાચાર લીક કરી ભાજપની સાથે માઇંડગેમ રમી રહી છે. પીડીપીને ફક્ત મૌખિક ઓફર કરવામાં આવી છે.'

અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે દિવસભર આ વાતને લઇને અટકળો ચાલતી રહી કે 87 સભ્યોવાળી વિધાનસભામાં 28 સભોવાળી પીડીપી અથવા તો 25 ધારાસભ્યોવાળી ભાજપની સાથે ગઠજોડ કરી શકે છે અથવા 15 સભ્યવાળી નેશનલ કોંન્ફ્રેંસના બહારથી સમર્થનની સાથે કોંગ્રેસની સાથે હાથ મિલાવી શકે છે, જેના 12 સભ્ય છે.

પીડીપીના સૂત્રોએ કહ્યું કે પાર્ટી ભાજપની સાથે વારંવાર મુખ્યમંત્રી બનાવવાના પ્રસ્તાવ પર સહમતિ નહી. પીડીપીના એક નેતાએ કહ્યું કે પાર્ટી કોંગ્રેસ અને કેટલાક અપક્ષ ધારાસભ્યો સાથે 44ના જાદૂઇ આંકડા સુધી પહોંચી શકે છે. જમ્મૂમાં કોગ્રેંસ પ્રવક્તા સલમાન નિજામીએ કહ્યું કે પાર્ટી ભાજપને રાજ્યની સત્તામાં આવતી રોકવા માટે પીડીપી તથા છ અન્ય અપક્ષોની સાથે સંપર્કમાં છે.

ભાજપના મહાસચિવ રામ માધવે કહ્યું કે તેમની પાર્ટી જમ્મૂ કાશ્મીરમાં સ્થિર સરકાર આપવા માટે બધા મહત્વપૂર્ણ પક્ષો સાથે પરામર્શ કરી રહી છે. ભાજપના નેતાએ પીડીપીના મુજફ્ફર બેગ સહિત ઘાટીમાં સક્રિય અન્ય રાજકીય પક્ષોના નેતાઓ સાથે વારાફરતી બેઠક કરી અને કહ્યું કે વડાપ્રધાનનો રાજ્યના વિકાસને લઇને વ્યાપક દ્રષ્ટિકોણ છે.

English summary
Looks like PDP is playing mind games with the BJP leaking about a letter of NC support that doesn't exist. Only a verbal offer conveyed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X