• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સલમાન ખુર્શીદની પત્નીએ પ્રદર્શનકારી વિક્લાંગોને હડફેટે લીધા

|

મળેલી માહિતી અનુસાર પૂર્વ કાયદામંત્રી અને હાલના વિદેશમંત્રી સલમાન ખુર્શીદની પત્ની લુઇસ ખુર્શીદે મૈનપુરીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિક્લાંગો પર ગાડી ચઢાવી દીધી છે. આ ઘટનામાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વાતની જાણકારી જાણીતા કવિ અને અરવિંદ કેજરીવાલના નજીકના સહયોગી કુમાર વિશ્વાસે પોતાના ફેસબુક વોલ પર પોસ્ટ કરી છે. તેમણે આ ઘટનાના ફોટો પણ અપલોડ કર્યા છે.

કુમાર વિશ્વાસે પોતાના ફેસબુક વોલ પર લખ્યું છે કે, સત્તાનો ગુરુર સાંભળ્યો હતો કે મોઢું ખોલનારા પર હાથી ચલાવ્યો રાજએ, રાણીએ, આજે જોવા મળ્યું. હમણા જાણકારી મળી છે કે મૈનપુરીમાં પોતાના નામ પર થયેલી નિકુષ્ટ ગોટાળાનો વિરોધ કરી રહેલા પ્રદર્શન કારીઓ વિક્લાંગો પર (ગેર) કાયદામંત્રી સલમાન ખુર્શીદના પત્ની લુઇસ ખુર્શીદે વિક્લાંગો અને પ્રદર્શનકારીઓ પર ગાડી ચલાવી દીધી છે. બન્ને સાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. અહીંથી અમે લોકો જઇ રહ્યાં છીએ. આ ફોટો એક મિત્રએ મોબાઇલથી પાડ્યો છે. ખુર્શીદ દંપતિ માટે વિનમ્ર સલાહ, જરા વિચારો કે આ મંજર બદલાઇ જાય તો શું થાય...?

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ અરવિંદ કેજરીવાલે આ ખુલાસો કર્યો હતો કે વિક્લાંગો માટે ચલાવવામાં આવતા ટ્રસ્ટના પૈસા(73 લાખ રૂપિયા) સલમાન ખુર્શીદ ખાઇ ગયા છે. આ ખુલાસા બાદ ઘણો હંગામો થયો હતો અને પછી વિક્લાંગો સાથે મળી કેજરીવાલે દિલ્હીમાં પ્રદર્શન કર્યું હતું. આ ક્રમમાં વિક્લાંગ લુઇશ ખુર્શીદ અને સલમાન ખુર્શીદ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે.

English summary
A few month ago Louise Khurshid was accused of embezzling money meant for the handicapped. Now, if reports are to be believed, she has run over some handicapped people protesting in front of her vehicle.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X