• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હાઇપ્રોફાઇલ લવ સ્ટોરીઃ મેરઠમાં લવ, લંડનમાં સેક્સ ને દેહારદૂનમાં દગો

|

નોઇડા, 22 એપ્રિલઃ મેરઠમાં લવ, લંડનમાં સેક્સ અને દહેરાદુનમાં દગો, જી હાં, લવ, સેક્સ અને દગાનો એક અજીબો ગરીબ મામલો સામે આવ્યો છે. પ્રેમી દ્વારા શાદી કરવાનો ઇન્કાર કરવામાં આવતા પ્રેમિકાએ દહેરાદૂનમાં એક પોલીસ મથકે પ્રેમી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આ હાઇપ્રોફાઇલ પ્રેમ કહાણીમાં પોલીસે ફરિયાદ નોંધી લીધી છે અને મામલાની તપાસ કરી રહી છે. જો કે, પોલીસે હજુ સુધી કોઇને ધરપકડ કરી નથી. પોલીસનું માનવું છે કે આ મામલો લગ્ન કરવાની ના પાડવામાં આવ્યા બાદ બદલો લેવાના આશયથી દાખલ કરાવવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, હાઇપ્રોફાઇલ લવ સ્ટોરી એક પ્રિન્ટિગ પબ્લિકેશનના માલિકના પુત્રની છે. દેહરાદૂનની એક યુવતીએ પોલીસને જણાવ્યું કે વર્ષ 2001માં આઠમા ધોરણ પછનીનું ભણતર મેળવવા માટે તે મરેઠ આવી ગઇ હતી. બન્ને વચ્ચેની મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઇ ગઇ તેની તેમને જાણ ના રહી અને બન્ને વર્ષ 2009માં ઉચ્ચ શિક્ષા મેળવવા માટે લંડન જતા રહ્યાં.

જ્યાં બન્નેએ એક જ કોલેજમાં એડમિશન લીધુ અને લિવ ઇન રિલેશનમાં રહેવા લાગ્યા. યુવતીએ આરોપ લગાવ્યો કે નિતિને લગ્ન કરવાની વાત કહીંને અનેકવાર તેની સાથે બળાત્કાર કર્યો. તેણે પોલીસે જણાવ્યું કે નિતિને તેની માંગમાં સિંદૂર ભર્યું હતું અને મંગળસૂત્ર પણ પહેરાવ્યું હતું. યુવતીએ પોલીસને જણાવ્યું કે વર્ષ 2011માં લંડનથી પરત ફર્યા બાદ નિતિને દાવો કર્યો હતો કે તે બધાની સામે તેની સાથે લગ્ન કરશે. આ વચ્ચે યુવતી નોઇડામાં એક કંપનીમાં નોકરી કરવા લાગી. યુવતીએ જણાવ્યુ કે નિતિન ત્યાં પણ અવારનવાર આવતો હતો અને તેનું યૌન શોષણ કરતો હતો.

થોડા દિવસ પહેલા જ્યારે યુવતી અને તેના પરિજનોએ મેરઠમાં નિતિનના પરિજનોને લગ્ન અંગે વાત કરી, તો તેમણે આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. રવિવારે પીડિત યુવતી દેહરાદૂનના પોલીસ કપ્તાનને મળી અને મામલાની ફરિયાદ નોંધાવી. કપ્તાનના આદેશ પર કોતવાલી પોલીસે આરોપી નિતિન રસ્તોગી વિરુદ્ધ બળાત્કાર અને અન્ય સંગીન ધારાઓ હેઠળ કેસ દાખલ કર્યો છે, જો કે, આ સંબંધમાં કોઇપણ પ્રકારની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસનું કહેવું છે કે, મામલાની તપાસ કરવામાં આવી રહી છે, ટૂંક સમયમાં ચીત્ર સ્પષ્ટ થઇ જશે.

English summary
A case resembeling trio of Love, Sex and Dhokha came into light in Dehradun, capital of Uttrakhand. Here a girl lodge a rape case against her boyfriend.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X