જૂલીને પાછી લાવવા લવગુરુ પ્રોફેસર મટુકનાથ પહોંચ્યા ત્રિનિદાદ, કોરોના પણ રોકી ના શક્યો
વૃદ્ધ પ્રોફેસર મટુકનાથની પ્રેમ કહાની એક સમયે ઘણી ચર્ચાનો વિષય બની હતી. તમામ ન્યૂઝ ચેનલ પર પ્રોફેસર મટુકનાથ અને તેમની શિષ્યા પ્રેમનો અર્થ સમજાવતા હતા અને જણાવતા હતા કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી અને તે ગમે ત્યારે થઈ શકે છે. એ વખતે કદાચ જ કોઈએ એ વિચાર્યુ હશે કે પ્રોફેસર મટુકનાથની પ્રેમિકા જૂલીના એવા હાલ થશે કે તેને એકલા એક ખૈરાતી હોસ્પિટલમાં એકાંત જીવન જીવતા જીવનના છેલ્લા શ્વાસ ગણવા પડશે. હા, મટુકનાથની પ્રેમિકા જૂલીના ત્રિનિદાદ એન્ડ ટોબેગોની એક હોસ્પિટલમાં ખૂબ જ ખરાબ સ્થિતિમાં ફોટા સામે આવ્યા ત્યારબાદ આ પ્રેમ કહાની પર સવાલ ઉઠવા લાગ્યા હતા.

જૂલીને પાછી લાવશે
પોતાની શિષ્યા જૂલીની આ હાલત જોયા બાદ હવે ખુદ પ્રોફેસર મટુકનાથ તેના માટે સામે આવ્યા છે. મટુકનાથ હવે સાત સમંદર પાર કરીને પોતાની પ્રેમિકા જૂલીને પાછી પટના લાવવા પહોંચ્યા છે. જૂલીનો સંદેશ સાંભળ્યા બાદ મટુકનાથ ત્રિનિદાદ એન્ડ ટેબેગોના સેંટગસ્ટીન પહોંચી ગયા છે. તે અહીં 7 માર્ચે પહોંચ્યા છે અને તેમનુ કહેવુ છે કે તે જલ્દી જૂલીને પટના લઈને આવશે અને જલ્દી જૂલી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે. મટુકનાથે કહ્યુ કે સન્યાસનો રસ્તો ગૃહસ્થ જીવન થઈને જ જાય છે પરંતુ જૂલી ગૃહસ્થ આશ્રમ વિના સન્યાસ તરફ નીકળી પડી હતી જેના કારણે તેનુ આરોગ્ય ખરાબ થઈ ગયુ અને હવે તેણે ખુદ મને સંદેશ મોકલ્યો છે કે હું તેને પાછી લઈ આવુ.

જલ્દી સ્વસ્થ થઈ જશે
પ્રોફેસર મટુકનાથે જણાવ્યુ કે જૂલીની માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ઠીક નથી. તેમણે કહ્યુ કે મે જૂલીને નથી છોડી, મારા વિરુદ્ધ લોકો અલગ અલગ પ્રકારની વાતો કરી રહ્યા છે કે મે જૂલીને છોડી દીધી છે પરંતુ આ બિલકુલ સાચુ નથી. જલ્દી આવા લોકોને જવાબ મળી જશે, હું જણાવવા ઈચ્છુ છુ કે જૂલી હવે ઠીક છે અને ચાલી રહી છે. તેનુ ખાનપાન પણ ઠીક થઈ રહ્યુ છે અને તે જલ્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈને પટના પાછી આવશે. મટુકનાથે જણાવ્યુ કે 2014થી જ જૂલીમાં વૈરાગ્યભાવ દેખાવા લાગ્યો હતો, મે તેના નિર્ણયનુ સમ્માન કર્યુ. મે તેને સલાહ આપી હતી કે જો તે ઈચ્છે તો વૈરાગ્ય જીવન જીવી શકે છે. તે વૃંદાવન સહિત તમામ સ્થળોના દર્શન કરવા જતી હતી અને મને ફોન કરતી હતી પરંતુ બાદમાં તેનો ફોન આવવો બંધ થઈ ગયો. બાદમાં મને ખબર પડી કે તે ત્રિનિદાદ એન્ટ ટોબેગો પહોંચી ગઈ છે.

30 વર્ષ નાની
જૂલી પોતાનાથી 30 વર્ષ મોટી ઉંમરના પોતાના જ પ્રોફેસરને દિલ દઈ બેઠી. જૂલીએ વૃદ્ધ મટુકનાથ માટે પોતાનો ઘર-પરિવાર બધુ છોડી દીધુ હતુ. આખા સંસારથી બેરુખી કરી લીધી હતી પરંતુ આજે તેને પ્રેમનુ એ પરિણામ મળ્યુ છે કે તે હજારો મીલ દૂર કેરેબિયાઈ દેશ ત્રિનિદાદની એક સરકારી હોસ્પિટલમાં ગંભીર રીતે બિમાર પડી હતી. જૂલીના બિમાર હાલતમાં ફોટા સામે આવ્યા બાદ મટુકનાથ પર સવાલ ઉઠવા લાગ્યા હતા પરંતુ હવે મટુકનાથ ખુદ જૂલીને પાછી લાવવા ત્રિનિદાદ અને ટોબેગો પહોંચ્યા છે.

જૂલી-મટુકનાથી પ્રેમ કહાની ખૂબ ફેમસ થઈ હતી
પટનાના જૂલી અને મટુકનાથની પ્રેમ કહાની આખ દેશમાં ચર્ચામાં આવી હતી. 2006ની વાત છે જ્યારે પટના યુનિવર્સિટીના હિંદી વિભાગના પ્રોફેસર મટુકનાથ પોતાનાથી ત્રણ દશક નાની છાત્રાના પ્રેમના સાર્વજનિક ઈઝહારને કારણે સમાચારોમાં છવાયેલા હતા. ટીવી ચેનલો પર જૂલી સાથેડિબેટમાં શામેલ થઈને ટીઆરપી વધારવામાં મશગૂલ હતૂ. ત્યારે જૂલી માટે પોતાનુ વસેલુ ઘર છોડી દીધુ હતુ. કદાચ લવગુરુની વાતોમાં આવીને જૂલીએ પણ પોતાના પરિવારથી છેડો ફાડી દીધો હતો. બંનેનો સામાજિક રીતે પણ ઘણો વિરોધ થયો ગતો. મટુકનાથનો ચહેરો પણ કાળો કરવામાં આવ્યો. યુનિવર્સિટીના પ્રોફેસરને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા. પરંતુ બંને એકબીજાનો સાથ છોડવા માટે તૈયાર નહોતા થયા.
આ પણ વાંચોઃ કોરોના વાયરસઃ તાજમહેલ સહિત બધા સ્મારક 31 માર્ચ સુધી કરાયા બંધ