• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હવે 16 વર્ષની ઉમરે કરી શકાશે સંમતિથી સેક્સ

|
romance
નવી દિલ્હી, 14 માર્ચઃ એન્ટિ રેપ બિલ પર ચાલી રહેલો ગતિરોધ સમાપ્ત થતો જોવા મળી રહ્યો છે. નાણામંત્રી પી. ચિદમ્બરમની આગેવાની હેઠળ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ(જીઓએમ)એ બિલના તમામ મુદ્દાઓ પર સહમતિ દર્શાવી છે. સંમતિથી સેક્સની ઉમર 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવાની ભલામણો પર એકમત જોવા મળ્યો છે. મહિલા અને બાળ વિકાસમંત્રી કૃષ્ણા તીરથ તેનો વિરોધ કરી રહ્યાં હતા. આ સાથે જ કોઇ મહિલાનો પીછો કરવો અથવા અશ્લિલ ઇશારા કરવા, એકીટશે જોવું વિગેરેનો બિનજામીનપાત્ર ગુનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

બની શકે કે સર્વ સહમતિ સાથે આજે કેબિનેટમાં આ બિલ રજૂ કરવામાં આવે. આવું મહિલાઓ વિરુદ્ધ થઇ રહેલા ગુનાઓને રોકવા સાથે જોડાયેલા આપરાધિક કાયદા સંશોધન વિધેયકમાં સંશોધન કરવાના હેતુથી કરવામાં આવી રહ્યું છે. ટીવી પર આવી રહેલા સમાચારો અનુસાર જીઓએમે સંમતિથી સેક્સની ઉમર 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષની કરવા અંગે ભલામણ કરી હતી જેના પર તમામ મંત્રી ગ્રુપોએ હામી ભરી છે.

આ પહેલાં આ મુદ્દે બાળ અને મહિલા વિકાસ મંત્રાલયે નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ હવે તેઓ પણ સહમત થઇ ગયા છે. આ બિલ અનુસાર મહિલાનો પીછો કરવો કે તેમને એકીટશે જવું પણ એક ગુનો ગણાશે. સરકારે બિલ રજૂ કરતા પહેલા તમામ દળોની બેઠક બોલાવી હતી, જેથી તમામ લોકો એકમત થઇ શકે, કારણ કે કેટલાક લોકો આ સંશોધનનો વિરોધ કરી રહ્યાં હતા. જો તમામ આયોજનબદ્ધ થયું તો 22 માર્ચ સુધીમાં આ વિધેયક પાસ થઇ જશે, તેમ સરકાર તરફથી કહેવામાં આવ્યું છે.

English summary
Lower Age of Consensual Sex From 18 to 16 said Group of Ministers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more