For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એલપીજી સિલિન્ડરના વિતરકો 1 ઓક્ટોબરથી હડતાલ પર જશે

|
Google Oneindia Gujarati News

Gas Cylinders
નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર : વડા પ્રધાન મનમોહન સિંહની આગેવાનીમાં યુપીએ સરકાર વધુ એક વાર મુશ્કેલીમાં આવી શકે છે. આગામી 1 ઓક્ટોબર, 2012, સોમવારથી એલપીજી ગેસ સિલિન્ડરોના વિતરકો હડતાલ પર જઇ શકે છે.

એલપીજી વિતરકો રાહતના દરે આપવામાં આવતા સિલિન્ડરમાં મૂકવામાં આવેલા કાપના મુદ્દે હડતાલ પર ઉતરવાના છે. આ માટે 25 સપ્ટેમ્બર, 2012ના રોજ યોજાનારી નેશનલ ફેડરેશન ઓફ એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સ ઓફ ઇન્ડિયા દ્વારા એક બેઠક યોજવામાં આવી છે. જેમાં ભારતભરના 1200થી વધારે ડીલર્સ ભાગ લેવાના છે.

આ મુદ્દે ફેડરેશનના જનરલ સેક્રેટરી પવન સોનીએ જણાવ્યું કે અમારી સાથે કોઇ વાતચીત કર્યા વિના ખોટી પોલિસી ઘડવાના કારણે એલપીજી સિલિન્ડરના કાળા બજારને પ્રોત્સાહન મળી શકે છે. જેના કારણે માર્કેટમાં વધારે તંગી ઉભી થશે.

આ ઉપરાંત દેશના અંદાજે બે લાખ સિલિન્ડર ડિસ્ટ્રીબ્યુટર્સની માંગ છે કે છેલ્લે 2010માં તેમનું કમિશન વધારીને પ્રતિ સિલિન્ડર રૂપિયા 8 કરવામાં આવ્યું હતું. તે વધારીને રૂપિયા 25.83 કરવામાં આવે.

English summary
UPA government faced another threat as LPG gas cylinder distributors are likely to hold nationwide strike on Monday, 1 October, 2012.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X