• search

કોંગ્રેસની પહેલી યાદીમાં કૈફ, રવિ કિશન અન નીલકેણી

નવી દિલ્હી, 9 માર્ચઃ આખરે કોંગ્રેસલોકસભા ચૂંટણી 2014 માટે પોતાના ઉમેદવારોની પહેલી યાદી શનિવારે જારી કરી દીધી. કોંગ્રેસ પોતાની પહેલી યાદીમાં 194 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, રાહુલ ગાંધીના નામ સાથે દેશના ચર્ચિત ચહેરા સામેલ છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી રાયબરેલી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડવાના છે.

કોંગ્રેસે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ અને ઇન્ફોસિસના સહ સંસ્થાપક નંદન નીલકેણીને બેન્ગલોર દક્ષિણના ઉમેદવાર બનાવ્યા છે. અલ્હાબાદ નિવાસી અને જાણીતા ક્રિકેટર મોહમ્મદ કૈફને ઉત્તર પ્રદેશના ફૂલપુર લોકસભા ક્ષેત્રની ટીકીટ આપી છે. નોંધનીય છે કે, ફૂલપુર બેઠક પણ કોંગ્રેસની પ્રતિષ્ઠિત બેઠક માનવામાં આવે છે. એટલું જ નહીં કોંગ્રેસે ભોજપુરી અભિનેતા રવિ કિશનને જ્હોનપુર લોકસભા બેઠકની ટીકીટ આપી છે.

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીની ભત્રીજી કરુણા શુક્લને ઉત્તીસગઢના બિલાસપુરના ઉમેદવાર બનાવ્યા છે. કરુણા તાજેતરમાં જ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે. કેન્દ્રીય મંત્રીઓમાં સુશીલકુમાર શિંદે શોલાપુર, કમલનાત છિંદવાડા, મલ્લિકાર્જુન ખડગે ગુલબર્ગા, ગિરિજા વ્યાસ ચિત્તોડગઢ, જ્યોતિરાદિત્ય સિંઘિયા ગ્વાલિયર, આરપી એન સિંહ ઉત્તર પ્રદેશના કુશીનગર અને પરણીત કોર પટિયાલાથી ચૂંટણી લડશે.

યાદીમાં સામેલ અન્ય પ્રમુખ નામોમાં લોકસભા અધ્યક્ષ મીરા કુમાર બિહારના સાસારામથી, નવીન જિંદાલ હરિયાણાના કુરુક્ષેત્રથી, મુકુલ વાસનિક મહારાષ્ટ્રના રામટેકથી, વિલાસ મુત્તેવાર નાગપુર, મીનાક્ષી નટરાજન મધ્ય પ્રદેશના મંદસૌરથી અને અમિતા સિંહ ઉત્તર પ્રદેશના સુલ્તાનપુરથી. પ્રદીપ જૈન આદિત્ય ઝાંસી, જિતિન પ્રસાદ ધૌરહરા, પન્નાલાલ પુનિયા બારાબંકી અને સલમાન ખુર્શિદ ફરુખાબાદથી ચૂંટણી લડશે.

મોટા નામોમાં પૂર્વ કોલસા મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલને કાનપુર, મોહમ્મદ મકસૂદ ખાનને ગાજીપુર અને સુધા રાયને બલિયાની ટીકીટ આપવામાં આવી છે. ફૈઝાબાદથી નિર્મલ ખત્રીને ઉમેદવાર બનાવવામાં આવ્યાછે. પ્રતાપગઢથી રત્ના સિંહ કોંગ્રેસના ઉમેદવાર હશે. જાલૌનથી વિજય ચૌધરી અને ઉન્નાવથી અનુ ટંડનને ટીકીટ મળી છે.

English summary
The Congress on Saturday announced its first list of 194 candidates for the Lok Sabha elections with Aadhaar chairman Nandan Nilekani, Congress vice-president Rahul Gandhi, cricketer Mohammad Kaif and actor Ravi Kishan among the prominent names.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more