For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2019 પહેલા બીજો એક મોટો સર્વે, ભાજપ માટે ‘ચિંતાના સમાચાર'

નેતા એપ દ્વારા જે સર્વે કરાયો છે તે મુજબ દેશમાં હજુ લોકસભા ચૂંટણી થાય તો સરકાર બનવાની દિશા સ્થાનિક પક્ષોની ભૂમિકા મહત્વની રહેશે કારણકે કોંગ્રેસ અને ભાજપ બંને બહુમતના આંકડાથી દૂર જણાઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

જો કોઈ નેતા વિશે જાણવુ હોય કે તેમની રેટિંગ કરવી હોય તો આ બધુ ગયા મહિને લોન્ચ કરવામાં આવેલ નેતા એપ દ્વારા કરી શકાય છે. આ એપમાં બધા સાંસદો અને ધારાસભ્યોનું રિપોર્ટ કાર્ડ મળી જશે. વળી, આ એપ દ્વારા જે સર્વે કરવામાં આવ્યો છે તે અનુસાર દેશમાં હજુ લોકસભા ચૂંટણી થાય તો સરકાર બનવાની દિશા સ્થાનિક પક્ષોની ભૂમિકા મહત્વની રહેશે કારણકે કોંગ્રેસ અને ભાજપ બંને બહુમતના આંકડાથી દૂર જણાઈ રહ્યા છે. આ સર્વે મુજબ ભાજપને સૌથી વધુ નુકશાન થતુ જોવા મળી રહ્યુ છે.

આ પણ વાંચોઃ છૂટાછેડા વચ્ચે તેજપ્રતાપે નીતિશ સરકારની ચિંતા વધારી, કરી દીધી આ મોટી માંગઆ પણ વાંચોઃ છૂટાછેડા વચ્ચે તેજપ્રતાપે નીતિશ સરકારની ચિંતા વધારી, કરી દીધી આ મોટી માંગ

2 કરોડ લોકો વચ્ચે ઓનલાઈન અને ફોન દ્વારા કરાયા સર્વે

2 કરોડ લોકો વચ્ચે ઓનલાઈન અને ફોન દ્વારા કરાયા સર્વે

લગભગ 2 કરોડ લોકો વચ્ચે ઓનલાઈન અને ફૈન દ્વારા કરાયેલા સર્વે મુજબ અત્યારે ચૂંટણી થવા પર ભાજપને 215 સીટો મળી શકે છે. એટલે કે 2014ની ચૂંટણીના મુકાબલે પાર્ટીને મોટુ નુકસાન થઈ શકે છે. ભાજપ સૌથી મોટા પક્ષના રૂપમાં ઉભરીને સામે આવતી તો જોવા મળી રહી છે પરંતુ સરકાર બનાવવા માટે જરૂરી બહુમતના આંકડાથી દૂર રહી શકે છે. વળી, કોંગ્રેર પોતાની સ્થિતિને સુધારીને સીટોની સંખ્યા 108 સુધી પહોંચાડવામાં સફળ થઈ શકે છે પરંતુ સરકાર બનાવવાની રેસમાં પાર્ટી ઘણી પાછળ રહી શકે છે. 2014માં ભાજપે જે 190 સીટો પર જીત મેળવી હતી, 2019માં તેમાંથી 128 સીટો પર જ જીત મળી શકે છે. પાર્ટીને હિંદી પટ્ટાવાળા રાજ્યોમેમાં સીટોનું ઘણુ નુકશાન થતુ દેખાઈ રહ્યુ છે.

કોંગ્રેસની સીટો વધી શકે છે પરંતુ સત્તાથી ઘણી દૂર

કોંગ્રેસની સીટો વધી શકે છે પરંતુ સત્તાથી ઘણી દૂર

યુપમાં પણ પાર્ટીની સીટોની સંખ્યા 71થી ઘટીને 48 થઈ શકે છે. આ સર્વે મુજબ ટીએમસીને 26, ડીએમકેને 20, સમાજવાદી પાર્ટીને 14 અને માયાવતીની બસપાને 12 સીટો મળી શકે છે. આ ઉપરાંત નીતિશ કુમારના નેતૃત્વવાળી જેડીયુના ખાતામાં 9 સીટો, ટીઆરએસના ખાતામાં પણ 9 સીટો આવી શકે છે. જ્યારે એનએસપીને 9 સીટો પર જીત મળી શકે છે.

નેતા એપે કર્યો હાલમાં ચૂંટણી થવા અંગે સર્વે

નેતા એપે કર્યો હાલમાં ચૂંટણી થવા અંગે સર્વે

ટીડીપીના ખાતામાં 12, વાયએસઆરના ખાતામાં 12 અને શિવસેનાને 12 સીટો પર જીત મળી શકે છે. જ્યારે સીપીએમ 10 સીટો પર, એઆઈડીએમકે 9 સીટો પર અને બીજેડી 9 સીટો પર જીત નોંધાવી શકે છે. લાલુ પ્રસાદની પાર્ટી રાજદ 8 સીટો પર જીત મેળવી શકે છે. જ્યારે લોજપા 4, અરવિંદ કેજરીવાલની આપ 3, આઈએનએલડી 3, સીપીઆઈ 3, અકાલી દળ 3 અને અન્ય 24 સીટો પર જીત મેળવી શકે છે.

આ પણ વાંચોઃ Me Too: કેટ શર્માએ સુભાષ ઘાઈ પર કર્યો યૌન શોષણનો કેસ, આ છે આરોપઆ પણ વાંચોઃ Me Too: કેટ શર્માએ સુભાષ ઘાઈ પર કર્યો યૌન શોષણનો કેસ, આ છે આરોપ

English summary
LS2019: bjp may top the list but not enough numbers in bag to form government- survey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X