For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તન્વી-અનસને મળી રાહત, દસ્તાવેજ યોગ્ય છેઃ પાસપોર્ટ ઓફિસ

તન્વી-અનસના પાસપોર્ટ મામલે હવે એક નવો વળાંક આવતો દેખાઈ રહ્યો છે. સૂત્રો અનુસાર રિજનલ પાસપોર્ટ ઓફિસે એડવર્ડ રિપોર્ટમાં કરવામાં આવેલ દાવાને ફગાવી દીધો છે.

|
Google Oneindia Gujarati News

તન્વી-અનસના પાસપોર્ટ મામલે હવે એક નવો વળાંક આવતો દેખાઈ રહ્યો છે. સૂત્રો અનુસાર રિજનલ પાસપોર્ટ ઓફિસે એડવર્ડ રિપોર્ટમાં કરવામાં આવેલ દાવાને ફગાવી દીધો છે. પાસપોર્ટ માટે એપ્લાય કરનાર તન્વી-અનસે પોતાની બધી જાણકારી ભરી હતી અને આખી પ્રક્રિયા પણ યોગ્ય હતી જેના આધારે તેમને પાસપોર્ટ આપવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે પાસપોર્ટ અધિકારી વિકાસ મિશ્રા પર લખનઉની તનવી શેઠે આરોપ લગાવ્યા હતા કે તેમની અને તેમના પતિ અનસ સિદ્દીકી સાથે ધર્મના નામ પર ગેરવર્તણૂક કરવામાં આવી ત્યારબાદ આ મામલાએ તૂલ પકડી લીધુ હતુ.

એડવર્ડ રિપોર્ટને ફગાવી દીધો

એડવર્ડ રિપોર્ટને ફગાવી દીધો

સૂત્રોના જણાવ્યા મુજબ રિજનલ પાસપોર્ટ ઓફિસે પોલિસ એડવર્ડના રિપોર્ટને ફગાવી દીધો છે અને કહ્યુ છે કે 21 મે ના રોજ જારી કરવામાં આવેલ સરકારી નોટિફિકેશન અનુસાર પોલિસ વેરિફિકેશન માત્ર આવેદકની રાષ્ટ્રીયતા અને તેની સામે કોઈ ગુનાહિત કેસ તો નથી ને તે ચેક કરવા માટે કરવામાં આવે છે. તેમનુ નામ અને સરનામુ વેરિફાય કરવા માટે નહિ.

પિયુષ વર્મા પર નિયમો નેવે મૂકવાનો આરોપ

પિયુષ વર્મા પર નિયમો નેવે મૂકવાનો આરોપ

તમને જણાવી દઈએ કે યુપીની રાજધાની લખનઉમાં તન્વી શેઠ નામની મહિલા પાસપોર્ટ બનાવવા ગઈ હતી અને તે સમયે મહિલાએ આરોપ લગાવ્યો હતો કે પાસપોર્ટ અધિકારી વિકાસ મિશ્રાએ તેના પર ધાર્મિક ટિપ્પણી કરી અને પાસપોર્ટ બનાવવાનો ઈનકાર કરી દીધો. આ આરોપ બાદ વિકાસ મિશ્રાની બદલી કરી દેવામાં આવી હતી અને મામલાએ તૂલ પકડી લેતા બીજા એક અધિકારી પિયુષ વર્માએ તન્વી અને અનસનો પાસપોર્ટ બનાવી દીધો. આ મામલે પિયુષ વર્મા પર આરોપ છે કે બધા નિયમોને નેવે મૂકીને તેમણે તન્વી અને અનસને પાસપોર્ટ બનાવી દીધો.

એડવર્ડ રિપોર્ટ આવ્યા બાદ પણ નોટિસ નહિ

એડવર્ડ રિપોર્ટ આવ્યા બાદ પણ નોટિસ નહિ

વિકાસ મિશ્રાના આ મામલે નિવેદન આપ્યા બાદ એલઆઈયુ અને લખનઉ પોલિસને વેરિફિકેશન રિપોર્ટમાં એ માલુમ પડ્યુ હતુ કે તન્વી શેઠ એક વર્ષથી પોતાના આપેલા સરનામે રહેતી નથી. વળી, નિયમો મુજબ એલઆઈયુએ એડવર્ડ રિપોર્ટ આવ્યા બાદ તરત જ નોટિસ જારી કરવાની હોય છે પરંતુ રિપોર્ટ આવ્યા બાદ ઘણા દિવસો વિતવા છતા પણ નોટિસ મોકલવામાં આવી નથી.

English summary
lucknow couple Tanvi Seth-Anas Siddiqui passport issue Adverse police report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X