For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મદન મોહન માલવીયને ભારત રત્ન, અન્ય દિગ્ગજો પણ સન્માનિત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 માર્ચ: આઝાદીની લડાઇમાં વિશેષ યોગદાન આપનાર મહાન શિક્ષણવિદ અને કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક મહામના મદન મોહન માલવીયને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રપતિ ભવનમાં મદન મોહન માલવીયના પૌત્રને આ સન્માન આપ્યું છે. આ દરમિયાન તેમનો સમગ્ર પરિવાર સમારંભમાં હાજર રહ્યો હતો. નોંધનીય છે કે માલવીયના જન્મદિવસ પર સરકારે તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.

bharat ratna
આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, પ્રકાશ સિંહ બાદલને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. કેટલાંક અન્ય પ્રમુખ હસ્તીઓને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો આવો તે હસ્તિઓ સાથે આપનો પરિચ કરાવીએ જેમને પોતાના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરવા બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.

પદ્મ વિભૂષણ
લાલકૃષ્ણ આડવાણી
પ્રકાશ સિંહ બાદલ
સાહિત્ય માટે ડો. સ્વપન દાસગુપ્તા
મેડિસીન માટે ડો. અશોક સેઠ
પત્રકારત્વ માટે હરીશ સાલ્વે અને રજત શર્મા
સુધા રઘુનાથન
પ્રો.ખડગ સિંહ
રમત માટે ગુરુસતપાલ

પદ્મશ્રી
કળા માટે સુશ્રી કન્યાકુમારી અને નરેશ બેદી
ફિલ્મકા સંજય લીલા ભણસાલી
કળા સાહિત્ય માટે ડો. જ્ઞાન ચતુર્વેદી,
જય કુમારીને તબીબી ક્ષેત્રે
પ્રો. અશોક ગુલાટીને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે
ડો. રણધીર ગુલેરિયા, ડો. હર્ષ કુમાર અને પ્રો. અલ્કા ચિત્રણીને તબીબી ક્ષેત્રે
પ્રસૂન જોશીને કળા ક્ષેત્રે
ઉષા કિરણ ખાનને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે આ પુરસ્કાર અપાયો છે.

English summary
President Pranab Mukherjee conferred the countrys highest civilian honour Bharat Ratna to freedom fighter Madan Mohan Malaviya posthumously.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X