મદન મોહન માલવીયને ભારત રત્ન, અન્ય દિગ્ગજો પણ સન્માનિત
નવી દિલ્હી, 30 માર્ચ: આઝાદીની લડાઇમાં વિશેષ યોગદાન આપનાર મહાન શિક્ષણવિદ અને કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક મહામના મદન મોહન માલવીયને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રપતિ ભવનમાં મદન મોહન માલવીયના પૌત્રને આ સન્માન આપ્યું છે. આ દરમિયાન તેમનો સમગ્ર પરિવાર સમારંભમાં હાજર રહ્યો હતો. નોંધનીય છે કે માલવીયના જન્મદિવસ પર સરકારે તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.
પદ્મ વિભૂષણ
લાલકૃષ્ણ આડવાણી
પ્રકાશ સિંહ બાદલ
સાહિત્ય માટે ડો. સ્વપન દાસગુપ્તા
મેડિસીન માટે ડો. અશોક સેઠ
પત્રકારત્વ માટે હરીશ સાલ્વે અને રજત શર્મા
સુધા રઘુનાથન
પ્રો.ખડગ સિંહ
રમત માટે ગુરુસતપાલ
પદ્મશ્રી
કળા માટે સુશ્રી કન્યાકુમારી અને નરેશ બેદી
ફિલ્મકા સંજય લીલા ભણસાલી
કળા સાહિત્ય માટે ડો. જ્ઞાન ચતુર્વેદી,
જય કુમારીને તબીબી ક્ષેત્રે
પ્રો. અશોક ગુલાટીને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે
ડો. રણધીર ગુલેરિયા, ડો. હર્ષ કુમાર અને પ્રો. અલ્કા ચિત્રણીને તબીબી ક્ષેત્રે
પ્રસૂન જોશીને કળા ક્ષેત્રે
ઉષા કિરણ ખાનને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે આ પુરસ્કાર અપાયો છે.