For Quick Alerts
For Daily Alerts
મધુ કોડાએ કર્યુ સરેન્ડર, 14 દિવસની ન્યાયિક હિરાસત
રાંચી, 10 મેઃ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાએ શુક્રવારે રાંચીની એક અદાલતમાં આત્મસમર્પણ કર્યું છે, જ્યાંથી તેમને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી આપવામાં આવ્યા છે. તેમણે પોતાની બીમાર માની દેખરેખ માટે ત્રણ સપ્તાહની જમાનત આપવામાં આવી હતી, જેનો સમય ગુરુવારે પૂર્ણ થઇ ગયો હતો.
કોડાએ કોર્ટમાં આત્મસમર્પણ કરતા પહેલા પત્રકારો સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, મને મારી બીમાર માની દેખરેખ માટે જમાનત આપવામાં આવી હતી. મારી માને મારી જરૂરિયાત છે. તે અસ્વસ્થ છે અને હોસ્પિટલમાં દાખલ છે.
નોંધનીય છે કે, 2009માં ભ્રષ્ટાચારના વિભિન્ન મામલાઓને લઇને કોડાને જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમની વિરુદ્ધ આયકર વિભાગ, સીબીઆઇ, પ્રવર્તન નિદેશાલય તથા રાજ્ય સતર્કતા વિભાગ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. ભ્રષ્ટાચાર હેઠળ કોડાએ 2500 કરોડ રૂપિયાના કાળા ઘનને વૈધ બનાવવા માટેના ગોટાળાના કારણે પણ તેઓ ચર્ચાનું કારણ બન્યા છે.