For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માધુરી દીક્ષિત ભાજપની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતરશે!

ફિલ્મ અભિનેત્રી માધુરી દીક્ષિત 2019માં લોકસભા ચૂંટણીમાં ઉતરી શકે છે. દીક્ષિતના ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર પૂણે લોકસભા સીટ પરથી લડવાની ચર્ચા છે.

|
Google Oneindia Gujarati News

ફિલ્મ અભિનેત્રી માધુરી દીક્ષિત 2019માં લોકસભા ચૂંટણીમાં ઉતરી શકે છે. દીક્ષિતના ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર પૂણે લોકસભા સીટ પરથી લડવાની ચર્ચા છે. પાર્ટીના એક સીનિયર નેતા મુજબ દીક્ષિતને ચૂંટણીમાં ઉતારવા અંગે પાર્ટીના દિગ્ગજો નિર્ણય લઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ 'શું પ્રિયંકા ચોપડા અને નિકનો પ્રેમ અસલી છે?' મેગેઝીને ઉઠાવ્યા સવાલઆ પણ વાંચોઃ 'શું પ્રિયંકા ચોપડા અને નિકનો પ્રેમ અસલી છે?' મેગેઝીને ઉઠાવ્યા સવાલ

માધુરીએ પણ ભરી હામી!

માધુરીએ પણ ભરી હામી!

ચૂંટણી લડવા અંગે માધુરી કે ભાજપ તરફથી કોઈ અધિકૃત નિવેદન આવ્યુ નથી. જો કે રાજ્યના એક ભાજપ નેતાનું કહેવુ છે કે પૂણેથી ચૂંટણી લડવા અંગે તેમનું નામ શોર્ટલિસ્ટ થઈ ચૂક્યુ છે. દીક્ષિત પણ ગંભીરતાથી ચૂંટણી લડવા પર ધ્યાન આપી રહી છે. પાર્ટી માધુરી માટે પૂણેને સૌથી સારી સીટ માની રહી છે. 2014માં ભાજપ ઉમદેવારે મોટા અંતરથી કોંગ્રેસ ઉમેદવારને હરાવીને આ સીટ જીતી હતી.

શાહ સાથે મુલાકાત રંગ લાવી!

શાહ સાથે મુલાકાત રંગ લાવી!

આ વર્ષે જૂનમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે સંપર્ક ફોર સમર્થન અભિયાન હેઠળ દેશના ઘણા જાણીતા લોકોની મુલાકાત લીધી હતી. માધુરીને પણ તેઓ મળ્યા હતા, તેમણે માધુરી અને તેમના પતિના ઘરે જઈને વાત કરી હતી. માનવામાં આવી રહ્યુ છે કે આ મુલાકાત બાદ જ તે ભાજપ નેતાઓથી વધુ સંપર્કમાં આવી. માધુરી દીક્ષિત ઉપરાંત પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને વિરેન્દ્ર સહેવાગને પણ ભાજપ ટિકિટ મળવાની ચર્ચા ઘણી વાર થઈ છે. ગંભીર ઘણી વાર દિલ્લીની આપ સરકારની ટીકા સોશિયલ મીડિયા પર કરી ચૂકી છે. જેનાથી તેમની ભાજપ સાથેના સંપર્કને બળ મળ્યુ છે. આ વર્ષે અમિત શાહે પોતાની સરકારની સફળતાઓ બતાવવા અને સમર્થન માંગવા માટે બે ડઝનથી વધુ લોકોને મળ્યા હતા. આ અભિયાનમાં ભાજપ અધ્યક્ષ પૂર્વ સેના પ્રમુખ દલબીર સિંહ સુહાગ, પૂર્વ લોકસભા મહાસચિવ સુભાષ કશ્યપ, ઉદ્યોગપતિ રતન ટાટા, મહેન્દ્ર સિંહ ધોનીને મળ્યા હતા. ભાજપે 2019ની લોકસભા ચૂંટણીની તૈયારી માટે આ અભિયાન ચલાવ્યુ હતુ.

ઘણી હિટ ફિલ્મોમાં કર્યુ છે માધુરીએ કામ

ઘણી હિટ ફિલ્મોમાં કર્યુ છે માધુરીએ કામ

51 વર્ષની માધુરી દીક્ષિત હિંદી સિનેમાની જાણીતી અભિનેત્રી છે. લગભગ એક દાયકા સુધી તે હિંદી ફિલ્મોમાં છવાયેલી રહી છે. 90ના દાયકામાં તેમના નામ પર ઘણી સુપરહિટ ફિલ્મો છે. તેમના નામ પર તેજાબ, બેટા, હમ આપકે હે કોન, દિલ તો પાગલ હે, દેવદાસ, ખલનાયક, દિલ જેવી ફિલ્મો છે. માધુરીએ અમેરિકાના ડૉક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો છે.

આ પણ વાંચોઃ કેદારનાથ પર પ્રતિબંધની માંગ ગુજરાત હાઈકોર્ટે ફગાવી, ગણાવ્યો પબ્લિસિટી સ્ટંટઆ પણ વાંચોઃ કેદારનાથ પર પ્રતિબંધની માંગ ગુજરાત હાઈકોર્ટે ફગાવી, ગણાવ્યો પબ્લિસિટી સ્ટંટ

English summary
Madhuri Dixit Likely to Contest 2019 Lok Sabha Elections from BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X