For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવરાજસિંહથી બમણી અમીર છે તેમની પત્ની, આ નેતાઓની પત્નીઓ પણ કમાણીમાં આગળ

ચૂંટણી આયોગમાં જમા કરાવવામાં આવેલ એફિડેવિટમાં જે મુખ્ય વાત નીકળીને સામે આવી છે તે એ છે કે કમાણી મામલે મોટા નેતાઓની પત્નીઓ ઘણી આગળ છે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સત્તાધારી ભાજપ હોય કે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ બધા પોતાની રાજકીય તૈયારીઓ વધુ મજબૂત બનાવવામાં લાગી ગયા છે. જોરદાર ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે જેથી જનતા વચ્ચે પોતાની પકડ વધુ મજબૂત બનાવી શકાય. આ ચૂંટણી સમરાંગણમાં ઉતરેલા દિગ્ગજ નેતાઓની કમાણીની વાત કરીએ તો ઘણા મોટા નેતાઓની પત્નીઓ તેમના પર ભારે પડતી જોવા મળી રહી છે. ચૂંટણી આયોગમાં જમા કરાવવામાં આવેલ એફિડેવિટમાં જે મુખ્ય વાત નીકળીને સામે આવી છે તે એ છે કે કમાણી મામલે મોટા નેતાઓની પત્નીઓ ઘણી આગળ છે. ભાજપ હોયકે કોંગ્રેસ બંને પક્ષોમાં આ વસ્તુ જોવા મળી રહી છે. આમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું નામ પણ શામેલ છે.

આ પણ વાંચોઃ છત્તીસગઢ માટે અમિત શાહે જાહેર કર્યો ભાજપનો ઘોષણાપત્ર, આપ્યા આ વચનોઆ પણ વાંચોઃ છત્તીસગઢ માટે અમિત શાહે જાહેર કર્યો ભાજપનો ઘોષણાપત્ર, આપ્યા આ વચનો

શિવરાજની વાર્ષિક આવકથી લગભગ બમણી છે તેમની પત્નીની આવક

શિવરાજની વાર્ષિક આવકથી લગભગ બમણી છે તેમની પત્નીની આવક

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની વાર્ષિક આવક લગભગ 19.7 લાખ રૂપિયા છે જ્યારે તેમની પત્ની સાધના સિંહની વાર્ષિક આવક તેમનાથી લગભગ બમણી એટલે કે 37 લાખ રૂપિયા આસપાસ છે. ગઈ ચૂંટણીની વાત કરીએ તો શિવરાજ સિંહ ચૌહાણે પોતાની એફિડેવિટમાં જણાવ્યુ હતુ કે ટેક્સ બાદ તેમની વાર્ષિક આવક 17.12 લાખ રૂપિયા હતી. વળી, તેમની પત્ની સાધના સિંહની આવક 20.5 લાખ રૂપિયા હતી.

ચૂંટણી એફિડેવિટમાં થયો ખુલાસો

ચૂંટણી એફિડેવિટમાં થયો ખુલાસો

શિવરાજ સરકારમાં ગૃહ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય સંભાળી રહેલા ભૂપેન્દ્ર સિંહની પત્ની સરોજ સિંહની વાર્ષિક આવક 4.5 કરોડ જણાવવામાં આવી છે. તેમની પોતાની વાર્ષિક આવક માત્ર 97 લાખ રૂપિયા છે. આ રીતે મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી રાજેન્દ્ર શુક્લાના ચૂંટણી એફિડેવિટ પર નજર કરીએ તો તેમની વાર્ષિક આવક માત્ર 6.6 લાખ રૂપિયા છે જ્યારે તેમની પત્ની સુમિતા શુક્લાની વાર્ષિક આવક 26.66 લાખ રૂપિયા છે. 2013ની વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અને શિવરાજ સરકારમાં મંત્રી બનેલા સંજય પાઠકની વાર્ષિક આવક 85 લાખ રહી. વળી, તેમની પત્ની નિધિ પાઠકની વાર્ષિક આવક 1.4 કરોડ રૂપિયા છે.

ભાજપ જ નહિ કોંગ્રેસના પણ દિગ્ગજ નેતાઓ આવકમાં પત્નીઓથી પાછળ

ભાજપ જ નહિ કોંગ્રેસના પણ દિગ્ગજ નેતાઓ આવકમાં પત્નીઓથી પાછળ

આવી જ પરિસ્થિતિ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે જોવા મળી રહી છે. ચૂંટણી આયોગને આપેલા શપથપત્ર અનુસાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ પચૌરીની પત્નીની વાર્ષિક આવક 22.61 લાખ છે જ્યારે તેમની પોતાની આવક 19.99 લાખ રૂપિયા વાર્ષિક છે. આ રીતે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીની વાર્ષિક આવક 15 લાખ રૂપિયા છે. વળી, તેમની પત્નીની વાર્ષિક આવક તેમનાથી થોડી વધુ એટલે કે 17.5 લાખ રૂપિયા છે. ચાર વખત ધારાસભ્ય બનેલા અને પૂર્વ મંત્રી બાલા બચ્ચનની વાત કરીએ તો ચૂંટણી એફિડેવિટ મુજબ તેમની વાર્ષિક આવક 7.2 લાખ રૂપિયા છે જ્યારે તેમની પત્નીની વાર્ષિક આવક 10.32 લાખ રૂપિયા છે.

આ પણ વાંચોઃ '310 FIR બાદ પણ છત્તીસગઢના સીએમ પર કોઈ કાર્યવાહી નહિ': રાહુલ ગાંધીઆ પણ વાંચોઃ '310 FIR બાદ પણ છત્તીસગઢના સીએમ પર કોઈ કાર્યવાહી નહિ': રાહુલ ગાંધી

English summary
Madhya Pradesh assembly elections 2018: wives of politicians have richer than their husbands.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X