સ્ટાર પ્રચારક ના તો કોઈ પદ છે ના દરજ્જો, મારા માટે જનતાનુ મહત્વ છેઃ કમલનાથ
ભોપાલઃ મધ્ય પ્રદેશ પેટા ચૂંટણી 2020માં આચાર સંહિતાનુ ઉલ્લંઘન કરવા પર પૂર્વ સીએમ કમલનાથનો સ્ટાર પ્રચારકનો દરજ્જો છીનવવા પર તેમણે કહ્યુ કે સ્ટાર પ્રચારક ના તો કોઈ પદ છે અને ના કોઈ દરજ્જો. ચૂંટણી પંચના નિર્ણય પર ટિપ્પણી કરવાનો ઈનકાર કરીને કમલનાથે કહ્યુ કે માત્ર 10 નવેમ્બર પછી ટિપ્પણી કરીશ. અંતમાં જનતા સૌથી વધુ મહત્વ ધરાવે છે અને બધુ જાણે છે.
તમને જણાવી દઈએ કે કમલનાથે ભાજપ નેતા ઈમરતી દેવી માટે આઈટમવાળુ વિવાદિત નિવેદન આપ્યુ હતુ. ત્યારબાદ કમલનાથ ભાજપ તેમજ ચૂંટણી પંચના નિશાના પર છે. આ તરફ, ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યુ કે હું કમલનાથના વ્યવહારથી હેરાન છુ. ચૂંટણી પંચની કાર્યવાહી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા તેમને પોતાની ટિપ્પણીઓ માટે માફી માંગવા માટે કહ્યુ.
તેમ છતાં તેમણે માફી માંગવાનો ઈનકાર કરી દીધો. જનતા તેમને 3 નવેમ્બરે સૉરી કહેશે અને પોતાના અહંકારનો જવાબ આપશે. ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશની 28 વિધાનસભા સીટો માટે ત્રણ નવેમ્બરે મતદાન થશે. 10 નવેમ્બરે મતગણતરી છે. આ એ સીટો છે જે ધારાસભ્યોના મોત તેમજ જયોતિરાદિત્ય સિંધિયા સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાથી ખાલી થઈ છે.
શું તમે ખાધી છે ક્યારેય સોનાની મિઠાઈ? સુરતમાં વેચાઈ રહી છે 11000 રૂપિયે કિલો