For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશ સરકાર પાછા લેશે ભારત બંધ દરમિયાન નોંધાયેલા કેસ

મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર ગયા વર્ષે એપ્રિલમાં એસસી/એસટી એક્ટમાં ફેરફારના વિરોધમાં બોલાવવામાં આવેલા ભારત બંધ દરમિયાન કરાયેલા કેસને પાછા લેશે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર ગયા વર્ષે એપ્રિલમાં એસસી/એસટી એક્ટમાં ફેરફારના વિરોધમાં બોલાવવામાં આવેલા ભારત બંધ દરમિયાન કરાયેલા કેસને પાછા લેશે. વળી, છેલ્લા 15 વર્ષમાં ભાજપ સરકાર તરફથી આ પ્રકારના તમામ કેસ પાછા લેવામાં આવશે. મંગળવારે મધ્ય પ્રદેશના ગૃહમંત્રી પી સી શર્માએ કહ્યુ કે ગયા 15 વર્ષોમાં ભાજપ સરકાર દ્વારા મધ્ય પ્રદેશમાં રાજકીય દ્વેષથી કરાયેલા બધા કેસોને પાછા લેવામાં આવશે.

mp

એસસી/એસટીમાં ફેરભારના વિરોધમાં બે એપ્રિલે 2018ના રોજ દેશના ઘણા ભાગોમાં દલિતોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. આ દરમિયાન મધ્ય પ્રદેશમાં ભારે હિંસા થઈ હતી અને ઘણા લોકો પર કેસ થયા હતા. સોમવારે માયાવતીએ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ગઈ સરકાર તરફથી કરાયેલા આ પ્રકારના બધા રાજકીય કેસોને પાચા લેવા માટે કહ્યુ હતુ. માયાવતીએ તેમની વાત ન માનવા પર સમર્થન પાછુ લેવાની ધમકી પણ આપી હતી.

મંગળવારે મધ્ય પ્રદેશ સરકારે 2 એપ્રિલે પ્રદર્શન સહિત છેલ્લા 15 વર્ષો દરમિયાન રાજકારણથી પ્રેરિત થઈને નોંધાયેલા બધા કેસ પાછા લેવાની વાત કહી છે. રાજસ્થાન સરકાર તરફથી અત્યાર સુધી આના પર કોઈ જવાબ આવ્યો નથી. કોંગ્રેસે હાલમાં જ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી જીતીને સરકાર બનાવી છે. બંને જગ્યાએ બસપાએ સરકારને સમર્થન આપ્યુ છે. મધ્ય પ્રદેશમાં બસપાના બે અને રાજસ્થાનમાં છ ધારાસભ્ય જીત્યા છે. બંને રાજ્યોમાં બસપાએ કોંગ્રેસને સમર્થન આપ્યુ છે.

આ પણ વાંચોઃ બાળકીઓના પ્રાઈવેટ પાર્ટમાં મરચુ નાખનાર શેલ્ટર હોમ ટેક ઓવર કરવાનો આદેશઆ પણ વાંચોઃ બાળકીઓના પ્રાઈવેટ પાર્ટમાં મરચુ નાખનાર શેલ્ટર હોમ ટેક ઓવર કરવાનો આદેશ

English summary
Madhya Pradesh: Cases filed on 2nd April 2018 Bharat Band will be withdrawn
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X