For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્યપ્રદેશઃ 4 વર્ષની બાળકી સાથે બળાત્કારના આરોપી શિક્ષકને ફાંસીની સજા

મધ્યપ્રદેશના સતનામાં અદાલતે ચાર વર્ષની એક બાળકી સાથે બળાત્કારના આરોપી શિક્ષકને ફાંસીની સજા સંભળાવી છે.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશના સતનામાં અદાલતે ચાર વર્ષની એક બાળકી સાથે બળાત્કારના આરોપી શિક્ષકને ફાંસીની સજા સંભળાવી છે. સતનાની એક અદાલતે 23 વર્ષીય આરોપી મહેન્દ્ર સિંહ ગૌડને બાળકી સાથે બળાત્કારના આરોપમાં દોષિત ગણીને ફાંસીની સજા સંભળાવી છે. મહેન્દ્ર સિંહને આઈપીસીની કલમ 376 એબી અને પોક્સો એક્ટના સેક્શન 5/6 હેઠળ દોષિત ગણવામાં આવ્યો. બળાત્કાર પીડિત બાળકીની હાલત હજુ પણ ગંભીર જણાવવામાં આવી રહી છે. તેનો દિલ્હીની એક હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે.

court

મધ્યપ્રદેશના સતનામાં બળાત્કારના આરોપમાં શિક્ષકને ફાંસીની સજા મળી છે. આરોપી શિક્ષક મહેન્દ્ર સિંહ ગૌડને કોર્ટે 1 જુલાઈની રાતે ચાર વર્ષની એક બાળકી સાથે બળાત્કારનો દોષિત ગણ્યો હતો. પોલિસના જણાવ્યા અનુસાર આરોપી પીડિત બાળકીના પરિવારનો પરિચિત હતો. 1 જુલાઈની રાતે તે નશાની હાલતમાં પીડિત બાળકીના પિતાને મળવા ગયો હતો. ત્યાં તેણે બાળકીને ઘરની બહાર પોતાના પિતાની બાજુમાં સૂતેલી જોઈ હતી. તેના પિતાને મળીને તે પોતાના ઘરે પાછો આવી ગયો.

આ પણ વાંચોઃ મુખ્ય સચિવ સાથે મારપીટ કેસમાં કેજરીવાલ-સિસોદિયા ષડયંત્રના માસ્ટરમાઈન્ડઆ પણ વાંચોઃ મુખ્ય સચિવ સાથે મારપીટ કેસમાં કેજરીવાલ-સિસોદિયા ષડયંત્રના માસ્ટરમાઈન્ડ

થોડી વાર બાદ તે ત્યાં ફરીથી ગયો અને બાળકીને એકલી જોઈ. બાળકીને એકલી જોઈને તેનું અપહરણ કરી બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો. જ્યારે પિતાએ બાળકીને ઘરમાં ના જોઈ તો તેની તપાસ શરૂ થઈ અને તે જંગલમાંથી મળી આવી. મહેન્દ્ર સિંહને બાળકી સાથે બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી અને કોર્ટમાં 47 દિવસ સુધી સુનાવણી ચાલ્યા બાદ તેણે ફાંસીની સજા સંભળવવામાં આવી. વકીલ રામપાલ સિંહે જણાવ્યુ કે કોર્ટે દિલ્હીથી વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા પીડિત બાળકી અને તેના પરિવારનું નિવેદન નોંધ્યા બાદ આરોપી શિક્ષકને ફાંસીની સજા સંભળાવી છે.

આ પણ વાંચોઃ પાક પીએમ ઈમરાન ખાને પત્ર લખી પીએમ મોદી સાથે વાતચીતની કરી અપીલઆ પણ વાંચોઃ પાક પીએમ ઈમરાન ખાને પત્ર લખી પીએમ મોદી સાથે વાતચીતની કરી અપીલ

પીડિત બાળકીની હાલત હજુ પણ નાજુક છે અને દિલ્હીમાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે. મધ્યપ્રદેશ બાળકીઓ સાથે બળાત્કાર કેસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવનાર પહેલુ રાજ્ય બન્યુ હતુ. ગયા વર્ષે ડિસેમ્બરમાં મધ્યપ્રદેશમાં 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીના કેસમાં આરોપીને ફાંસીની સજાનો કાયદો પાસ કરવામાં આવ્યો હતો. છેલ્લા સાત મહિનામાં મધ્યપ્રદેશમાં બળાત્કારના 13 કેસોમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.

English summary
Madhya Pradesh Court Orders Death Penalty To Teacher Who Raped Four-Year-Old Minor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X