For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ 2018: પ્રારંભિક રૂઝાનો બાદ શું બોલ્યા કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે નિવેદન આપ્યુ છે કે હાલમાં કંઈ પણ કહેવુ ઉતાવળ ગણાશે.

|
Google Oneindia Gujarati News

2019 લોકસભા ચૂંટણી પહેલા રાજકારણનું સેમીફાઈનલ એટલે કે વિધાનસભા ચૂંટણીના પરિણામની ઘોષણા થઈ રહી છે. મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. ગયા વર્ષ, 15 વર્ષથી સત્તામાં રહેલ શિવરાજ સિંહ સામે પોતાની સત્તા બચાવવાનો પડકાર છે. મતગણતરી ચાલુ છે અને પ્રારંભિક રૂઝાનોમાં ભાજપ થોડી આગળ ચાલી રહી છે. એવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે નિવેદન આપ્યુ છે કે હાલમાં કંઈ પણ કહેવુ ઉતાવળ ગણાશે. બપોરે 12 વાગ્યા બાદ જ કંઈ કહી શકાશે. પોસ્ટલ બેલેટના રૂઝાન જ સામે આવ્યા છે. મને પૂરો વિશ્વાસ છે કે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર બનાવશે.

આ પણ વાંચોઃ પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ નક્કી કરશે સંસદના શિયાળુ સત્રની કાર્યવાહીઆ પણ વાંચોઃ પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ નક્કી કરશે સંસદના શિયાળુ સત્રની કાર્યવાહી

digvijay singh

તમને જણાવી દઈએ કે બધી 230 વિધાનસભા સીટો પર થયેલ ચૂંટણી માટે મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં 28 નવેમ્બરે ચૂંટણી થઈ હતી. મતદાન બાદ આવેલા એક્ઝિટ પોલમાં 15 વર્ષથી મધ્યપ્રદેશમાં સત્તારૂઢ ભાજપ અને મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કરની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ 2018: પરિણામ પહેલા કોંગ્રેસનો વિજયી ભવ યજ્ઞઆ પણ વાંચોઃ મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ 2018: પરિણામ પહેલા કોંગ્રેસનો વિજયી ભવ યજ્ઞ

જો કે બંને પક્ષો પોત પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દિગ્વિજય સિંહના 10 વર્ષના કાર્યકાળ બાદ 15 વર્ષોથઈ ભાજપ એમપીની સત્તા પર છે. જો કે તેમણે વખતે ચૂંટણી લડી નથી પરંતુ તેમના પુત્ર અને ભાઈ ચૂંટણી મેદાનમાં છે.

English summary
madhya pradesh election results 2018: BJP leads in state, here's what Digvijay Singh says
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X