મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામઃ બહુમતીથી 2 સીટ દૂર રહી કોંગ્રેસ, કરવું પડશે ગઠબંધન
નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ એકસાથે 11 ડિસેમ્બરે ઘોષિત કરવામાં આવ્યાં છે, પરંતુ મધ્ય પ્રદેશની સ્થિતિને લઈ આખો દિવસ અસમંજશ બની રહ્યો છે. આખરે ચૂંટણી પંચે મધ્ય પ્રદેશમાં આખરી નંબરે પણ જાહેર કરી દીધા છે. અંતિમ રાઉન્ડની ગણતરી પૂરી થયા બાદ મધ્ય પ્રદેશમાં કોઈપણ દળને પૂર્ણ બહુમત મળ્યું નથી. જો કે કોંગ્રેસ પ્રદેશમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે અને તેના ખાતામાં 114 સીટ આવી છે. જ્યારે ભાજપના ખાતામાં 109 સીટ આવી છે. બસપાની વાત કરીએ તો તેમના ખાતામાં 2 સીટ, સપાના ખાતામાં 1 સીટ અને અપક્ષ ઉમેદવરોનાં ખાતામાં 4 સીટ આવી છે.
પ્રદેશની વિધાનસભાની કુલ 230 સીટમાં સરકાર બનાવવા માટે 116 ધારાસભ્યોની જરૂર હોય છે, એવામાં કોંગ્રેસ બહુમતથી માત્ર 2 સીટ દૂર રહી ગઈ છે. જો કે હવે એ જોવાનું રહ્યું કે કોંગ્રેસ અપક્ષ ઉમેદવારો સાથે હાથ મિલાવીને સરકાર બનાવે છે કે પછી સપા અને બસપા સાથે હાથ મિલાવીને. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા કોંગ્રેસ અને બસપા વચ્ચે સીટોની વહેંચણી ન થઈ શકવાના કારણે ગઠબંધન ન થઈ શક્યું. જે બાદ માયાવતીએ કોંગ્રેસ પર ભારે પ્રહારો કર્યા હતા.
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે દિવસભર કાંટાની ટક્કર જોવા મળી. આખા દિવસ દમરિયાન બંને પાર્ટીઓ એકબીજાની એકદમ નજીક રહી. પરંતુ અંતિમ પરિણામો આવ્યા બાદ કોંગ્રેસે બાજી મારી લીધી અને બહુમતથી માત્ર બે સીટ દૂર રહી મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી પાછલા 15 વર્ષમાં સરકારમાં હતી. ભાજપને આ વાતની અપેક્ષા હતી કે તેઓ એકવાર ફરીથી પ્રદેશમાં વાપસી કરશે, પરંતુ ચૂંટણી પરિણામ ઘોષિત થયા બાદ પાર્ટીની ઉમ્મીદોને ઝાટકો લાગ્યો છે.
કેવી રીતે ફરી એકવાર રાહુલ ગાંધી માટે 11 ડિસેમ્બર સુપર લકી સાબિત થઈ