For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ના ભાજપ, ના કોંગ્રેસ, એમપીમાં હાથી વિના સરકાર બનાવવી પડશે મુશ્કેલ

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બહુમત પર મામલો અટકી પડ્યો છે. એવામાં એક વાર ફરીથી બસપા સુપ્રીમો માયાવતી પર નજરો અટકી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાના અને મિઝોરમમાં થયેલી વિધાનસભા ચૂંટણાના પરિણામો સામે આવવા લાગ્યા છે. જલ્દી સ્થિતિ સ્પષ્ટ થઈ જશે કે જીતનો તાજ કોના સિરે સજાશે. છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ મોટી જીત તરફ આગળ વધી રહી છે પરંતુ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બહુમત પર મામલો અટકી પડ્યો છે. એવામાં એક વાર ફરીથી બસપા સુપ્રીમો માયાવતી પર નજરો અટકી ગઈ છે.

આ પણ વાંચોઃ મોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સઆ પણ વાંચોઃ મોદી યોગીને બોલ્યા કોંગ્રેસનું નામ ભાજપ રાખી દઈએ, જુઓ ચૂંટણી પરિણામો પર ફની મીમ્સ

એમપીમાં બસપા કિંગમેકર!

એમપીમાં બસપા કિંગમેકર!

વર્તમાન સ્થિતિમાં મધ્ય પ્રદેશમાં હાલમાં ભાજપ 108 સીટ પર અને કોંગ્રેસ 111 સીટો પર આગળ છે અને અન્ય 11 સીટો પર આગળ ચાલી રહ્યા છે. મધ્ય પ્રદેશમાં બહુમતની સરકાર માટે 116નો આંકડો જોઈએ. એવામાં સરકાર બનાવવામાં અન્ય ખાસ કરીને બસપાના ધારાસભ્ય મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. મીડિયા સૂત્રો જણાવી રહ્યા છે કે હાલમાં કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓ બસપાના સંપર્કમાં છે. એવામાં સરકાર બનાવવામાં ખાસ કરીને માયાવતીની ભૂમિકા મહત્વની બની શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો માયા જ કિંગમેકરની ભૂમિકામાં છે.

બસપાને રૂઝાનોમાં 6 સીટ મળી રહી છે

બસપાને રૂઝાનોમાં 6 સીટ મળી રહી છે

તમને જણાવી દઈએ કે બસપાને રૂઝાનોમાં લગભગ 6 સીટો મળતી દેખાઈ રહી છે. જો મામલો ફસાયો તો ભાજપ અને બસપા હાથ મિલાવવા માટે વિચારી શકે છે. જો કે બસપા અને ભાજપનું મિલન આમ તો ઘણુ મુશ્કેલ જણાઈ રહ્યુ છે પરંતુ રાજકીય પટલ પર કંઈ પણ થઈ શકે છે.

સંબિત પાત્રાએ હાથ મિલાવવાની વાત કહી

સંબિત પાત્રાએ હાથ મિલાવવાની વાત કહી

માયાવતીની પાર્ટીને મધ્યપ્રદેશની સત્તામાં એન્ટ્રી જોઈએ એવામાં તે કમલ સાથે હાથ મિલાવવા વિશે વિચારી શકે છે. આ વાત એટલા માટે પણ મહત્વની થઈ ગઈ છે કારણકે પાર્ટીના સ્ટાર પ્રવકતા સંબિત પાત્રાએ કહી પણ દીધુ છે કે બસપા સાથે ગઠબંધન પર પાર્ટી નિર્ણય લેશે એટલે કે તેમણે માયા સાથે જવાની વાતનો ઈનકાર નથી કર્યો.

English summary
Will BJP Join Hands With BSP To Counter Congress in Madhya Pradesh Election results 2018.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X