For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ 2018: પરિણામ પહેલા કોંગ્રેસનો વિજયી ભવ યજ્ઞ

કોંગ્રેસ કાર્યકર્તાઓએ સોમવારે ભોપાલના એક મંદિરમાં કોંગ્રેસની જીત માટે યજ્ઞનું આયોજન કર્યુ હતુ જેને એ લોકોએ વિજયી યજ્ઞનું નામ આપ્યુ હતુ.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે આવવાના છે. હવે અહીમ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ જીતનો ચોકો મારે છે કે પછી કોંગ્રેસનો વનવાસ ખતમ થાય છે તેની જાણ તો હવે થોડી વારમાં ખબર પડી જ જશે પરંતુ એમાં કોઈ શક નથી કે આ વખતે કોંગ્રેસને પૂરી આશા છે કે આ વખતે જનતા પંજા પર જ પોતાનો વિશ્વાસ પ્રગટ કરશે અને આ કારણે કોંગ્રેસ કાર્યકર્તાઓએ સોમવારે ભોપાલના એક મંદિરમાં કોંગ્રેસની જીત માટે યજ્ઞનું આયોજન કર્યુ હતુ જેને એ લોકોએ વિજયી યજ્ઞનું નામ આપ્યુ હતુ.

આ પણ વાંચોઃ રાજસ્થાન ચૂંટણી પરિણામઃ કોંગ્રેસમાં જશ્નની તૈયારી, પાર્ટીએ આપ્યો 200 કિલો લાડવાનો ઓર્ડરઆ પણ વાંચોઃ રાજસ્થાન ચૂંટણી પરિણામઃ કોંગ્રેસમાં જશ્નની તૈયારી, પાર્ટીએ આપ્યો 200 કિલો લાડવાનો ઓર્ડર

congress

આ યજ્ઞ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓએ મધ્યપ્રદેશ અને આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનવાની પ્રાર્થના કરી. ભોપાલમાં 11 પંડિતો સાથે કોંગ્રેસ નેતાઓને હવન કુંડમાં મંત્ર ઉચ્ચારણ કરતા આહૂતિઓ આપી અને રાજકીય ગાદી પર કોંગ્રેસને બેસાડવા માટે અનુષ્ઠાન પૂર્ણ કર્યુ.

આ પણ વાંચોઃ જીતનો આશીર્વાદ લેવા માટે ત્રિપુર સુંદરી મંદિર પહોંચી વસુંધરા રાજેઆ પણ વાંચોઃ જીતનો આશીર્વાદ લેવા માટે ત્રિપુર સુંદરી મંદિર પહોંચી વસુંધરા રાજે

શું કહે છે એક્ઝિટ પોલ

જો અહીંના એક્ઝિટ પોલની વાત કરીએ તો રિપબ્લિક ટીવી-જનની વાતે 230 સભ્યોની મધ્યપ્રદેશ વિધાનસભામાં ભાજપને 108-128 સીટો અને કોંગ્રેસને 95-115 સીટો આપી છે. વળી, ઈન્ડિયા ટુડે-એક્સિસ મુજબ ભાજપને 102-120 સીટો જ્યારે કોંગ્રેસને 104-122 સીટો મળી શકે છે. જો કે ટાઈમ્સ નાઉ-સીએનએક્સ એક્ઝીટ પોલમાં મધ્ય પ્રદેશમાં ભાજપને બહુમત મળવાનું અનુમાન લગાવ્યુ છે. તેણે ભાજપને 126 સીટો જ્યારે કોંગ્રેસને 89 સીટો આપી છે. વળી, બીજી તરફ એબીપી ન્યૂઝ એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસ 126 સીટો પર જીત મેળવીને બહુમત મેળવી શકે છે તેના મુજબ ભાજપને 94 સીટો મળી શકે છે.

English summary
Vijayi bhav yagya in Madhya Pradesh held by congress before Madhya Pradesh election results 2018.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X