For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમલનાથઃ ‘ભાજપની મદદ કરનારા વિચારી લે, મારી ઘંટી વધારે ઝીણુ દળે છે'

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા કમલનાથનો સરકારી કર્મચારીઓને કથિત રીતે ધમકાવવાનો મામલો સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા કમલનાથનો સરકારી કર્મચારીઓને કથિત રીતે ધમકાવવાનો મામલો સામે આવ્યો છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમલનાથે કહ્યુ કે રાજ્યમાં અમુક કર્મચારી ભાજપને ફાયદો કરાવવાની તૈયારીમાં લાગેલા છે. આવા કર્મચારી યાદ રાખે કે કોંગ્રેસ સત્તામાં આવી તો આ બધાનો હિસાબ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Video: મહિલાએ એકસાથે આપ્યો ત્રણ બાળકોને જન્મ, એકદમ નોર્મલ થઈ ડિલિવરીઆ પણ વાંચોઃ Video: મહિલાએ એકસાથે આપ્યો ત્રણ બાળકોને જન્મ, એકદમ નોર્મલ થઈ ડિલિવરી

ચૂંટણી રેલીમાં બોલ્યા કમલનાથ

ચૂંટણી રેલીમાં બોલ્યા કમલનાથ

મધ્ય પ્રદેશની બુધની વિધાનસભા ચૂંટણી રેલીને સંબોધિત કરતા કમલનાથે કહ્યુ, ‘કમલનાથની ઘંટી મોડી ચાલે છે પરંતુ ઘણુ ઝીણુ દળે છે. અમુક અધિકારીઓ ભાજપનું સમર્થન કરી રહ્યા છે તો અમુક પોલિસવાળા પણ ભાજપની તરફ ઝૂકેલા છે. પોલિસ અધિકારીઓએ પોતાના યુનિફોર્મનું સમ્માન કરવુ જોઈએ, કોઈની તરફ ઝૂકવુ યોગ્ય નથી.' કમલનાથે કહ્યુ, યાદ રાખજો, 11 પછી 12 ડિસેમ્બર પણ આવે છે. 11 ડિસેમ્બરથી કમલનાથનો ઈશારો મતદાનના દિવસનો છે.

નિવેદનો માટે સતત ચર્ચામાં

નિવેદનો માટે સતત ચર્ચામાં

મધ્ય પ્રદેશમાં કમલનાથ કોંગ્રેસના મહત્વના નેતા છે. જો કે ચૂંટણી પ્રચાર દરમિયાન તે સતત પોતાના નિવેદનોના કારણે ભાજપના નિશાના પર પણ આવતા રહ્યા છે. હાલમાં જ કોંગ્રેસની ટિકિટ વહેંચણી અંગે કમલનાથને ચૂંટણીમાં મહિલાઓને ટિકિટ આપવામાં કંજૂસી કરાઈ હોવા અંગે સવાલ પૂછવામાં આવ્યો તો કમલનાથે કહ્યુ, ‘કોંગ્રેસ ચૂંટણી જીતનારી મહિલાઓને ટિકિટ આપી રહી છે, કોટા અને સજાવટના આધારે ટિકિટ નથી આપવામાં આવી રહી. આ પહેલા આરએસએસ અંગેના તેમના નિવેદનો પણ ચર્ચામાં રહ્યા છે.'

કમબેકની કોશિશમાં કોંગ્રેસ

કમબેકની કોશિશમાં કોંગ્રેસ

મધ્ય પ્રદેશમાં 15 વર્ષોથી ભાજપ સત્તામાં છે. એવામાં કોંગ્રેસ 28 નવેમ્બરે યોજાનાર ચૂંટણીથી સત્તામાં કમબેક કરવાની કોશિશમાં છે. ભાજપે રાજ્યમાં 2013ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 230માંથી 44.88ટકા મત સાથે 165 સીટો જીતી હતી જ્યારે 42.67 ટકા મત સાથે કોંગ્રેસને માત્ર 58 સીટો મળી હતી.

આ પણ વાંચોઃ ગુટખાના પાઉચમાં લાવ્યો મરચુ, કેજરીવાલના હુમલાખોરે શું-શું લખ્યુ ફેસબુક પર, જાણોઆ પણ વાંચોઃ ગુટખાના પાઉચમાં લાવ્યો મરચુ, કેજરીવાલના હુમલાખોરે શું-શું લખ્યુ ફેસબુક પર, જાણો

English summary
madhya pradesh elections congress leader kamalnath warns govt officials
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X