For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશમાં પણ હાથરસ જેવો કાંડ, પોલિસે ગેંગરેપનો રિપોર્ટ ન લખ્યો તો પીડિતાએ ગળેફાંસો ખાધો

મધ્ય પ્રદેશના નરસિંહપુરમાં હાથરસ જેવી દર્દનાક ઘટના સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

ભોપાલઃ મધ્ય પ્રદેશના નરસિંહપુરમાં હાથરસ જેવી દર્દનાક ઘટના સામે આવી છે. નરસિંહપુરના રિછાઈ ગામના ચીચલી પોલિસ સ્ટેશન વિસ્તારમાં જ્યારે ગેંગરેપ પીડિતાનો રિપોર્ટ લખવામાં આવ્યો તો પીડિતાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. વાસ્તવમાં પીડિતા અને તેના પતિનો આરોપ હતો કે પડોશમાં રહેતા 3 લોકોએ પત્નીનો ગેંગગરેપ કર્યો છે. પીડિત મહિલા 4 દિવસ સુધી એફઆઈઆર લખાવવા માટે પરિવારજનો સાથે પોલિસ સ્ટેશનના ચક્કર કાપતી રહી પરંતુ પોલિસે ઉલટા પીડિતોને જ ગાળાગાળી કરી અને પૈસા માંગ્યા.

rape

મામલાએ તૂલ પકડ્યા બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એડિશનલ એસપી અને એસડીઓપીને હટાવવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત એફઆઈઆર ન લખનાર પોલિસ સ્ટેશન પ્રભારી સામે કેસ નોંધીને ધરપકડ કરવાના પણ નિર્દેશ સીએમે આપ્યા. માહિતી મુજબ કેસ 28 સપ્ટેમ્બરનો છે જ્યારે નરસિંહપુરના રિછાઈ ગામમાં રહેતી દલિત મહિલા ખેતરમાં ઘાસ કાપવા ગઈ હતી ત્યારે ત્રણ આરોપીઓએ ત્યાં તેની પર ગેંગરેપ કર્યો. પરિવારજનોનો આરોપ છે કે તે ફરિયાદ લખાવવા માટે ગોટિટિરયા પોલિસ સ્ટેશન અને ચીચલી પોલિસ સ્ટેશનના ચક્કર લગાવતા રહ્યા પરંતુ પોલિસ એફઆઈઆર નોંધી નહિ. પોલિસના વલણથી પરેશાન પીડિતાએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ લીધો.

મધ્ય પ્રદેશમાં બગડેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને રેપની ઘટનાઓ પર પીસીસી ચીફ કમલનાથે સરકારને આડેહાથ લીધા છે. તેમણે ટ્વિટ કર્યુ છે જેમાં લખ્યુ છે કે ભાજપ શાસિત રાજ્યોમાં બેટી બચાઓ-બેટી પઢાઓ નારાઓની આ વાસ્તવિકતા? યુપી સાથે સાથે મધ્ય પ્રદેશમાં પણ બહેન-દીકરીઓ સાથે હેવાનિયત-દુષ્કર્મની ઘટનાઓ નિરંતર બની રહી છે. ખરગોન, સતના, જબલપુર બાદ હવે નરસિંહપુરના ચિચલી પોલિસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત એક ગામમાં એક દલિત મહિલા પર ગેંગરેપની ઘટના બનતા પીડિતાની કોઈ સુનાવણી ન થઈ. ઉલ્ટા પીડિતાના પરિવારને જ પ્રતાડિત કરવાની વાત સામે આવી છે. મજબૂરીવશ પીડિતાએ પોતાની જીવ આપી દીધો. આ કેવી કાયદો વ્યવસ્થા? દોષિઓ પર કાર્યવાહી કેમ નહિ? જવાબદાર આ ઘટનાઓ પર મૌન કેમ? વિપક્ષમાં રહીને આવી ઘટનાઓ પર ધરણા દેનારા આજે ક્યાં ગાયબ છે?

IPL 2020: ચેન્નઈની સતત ત્રીજી હારથી ભડકી ઉઠ્યો ધોની, ટીમની આ ભૂલો ગણાવીIPL 2020: ચેન્નઈની સતત ત્રીજી હારથી ભડકી ઉઠ્યો ધોની, ટીમની આ ભૂલો ગણાવી

English summary
Madhya Pradesh: Gang-raped Dalit woman kills self after police refuse to register complaint for 3 days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X