ફિગર ખરાબ થવાની બીકે શહેરની માતાઓ સ્તનપાન નથી કરાવતી

મધ્યપ્રદેશની રાજ્યપાલ અને ગુજરાતની પૂર્વ મુખ્યમંત્રી આંનદીબેન પટેલ ફરી એકવાર વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં છે.

મધ્યપ્રદેશની રાજ્યપાલ અને ગુજરાતની પૂર્વ મુખ્યમંત્રી આંનદીબેન પટેલ ફરી એકવાર વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં છે. કાશીપુરના એક કાર્યક્રમમાં આનંદીબેન ઘ્વારા જણાવવામાં આવ્યું કે આજકાલ શહેરની માતાઓ પોતાના ફિગરને કારણે બાળકોને સ્તનપાન નથી કરાવતી. તેમને લાગે છે કે બાળકને સ્તનપાન કરાવવાથી તેમનું ફિગર ખરાબ થઇ જશે. તેને કારણે શહેરની માતાઓ બાળકોને બોટલનું દૂધ પીવડાવવા લાગે છે.

anandiben patel

ગુજરાતની પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશની રાજ્યપાલ આંનદીબેન પટેલનું કહેવું છે કે શહેરની માતાઓ પોતાના ફિગરને કારણે બાળકોને દૂધ નથી પીવડાવતી. કાશીપુરના એક કાર્યક્રમમાં આનંદીબેન ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને લાગે છે કે તેમનું ફિગર ખરાબ થઇ જશે. તેના કારણે તેઓ બાળકને સ્તનપાન કરાવવાને બદલે બોટલનું દૂધ પીવડાવે છે.

બોટલનું દૂધ બાળકો માટે અયોગ્ય ગણાવીને આંનદીબેન પટેલે જણાવ્યું કે જેવી રીતે બોટલ ફૂટે છે તેવી જ રીતે બાળકોનું નસીબ પણ ફૂટી જશે. આનંદીબેન પટેલે જણાવ્યું કે માતાઓ બાળકોને બોટલનું દૂધ પીવડાવવાને બદલે સ્તનપાન કરાવે. તેની સાથે તેમને માતાઓને પણ જણાવ્યું કે તેઓ સરકારી યોજનાનો લાભ લે. તેઓ આંગણવાડીમાં પોતાને રજીસ્ટર કરાવે અને પ્રસુતિ સહાયમાં મળતા પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ કરે.

તેમને કહ્યું કે આ પૈસાથી માતાઓ ગર્ભવસ્થામાં પોતાનું ધ્યાન રાખે અને ફળ ખાય, જેને કારણે જન્મ લેનાર બાળક તંદુરસ્ત પેદા થાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X