MPના રાજ્યપાલ લાલજી ટંડનની હાલત નાજુક, વેન્ટીલેટર પર શિફ્ટ કરાયા
મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનની હાલત નાજુક છે. લાલજી ટંડનનો ઈલાજ લખનઉની મેદાંતા હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. સોમવારે સવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી ત્યારબાદ લાલજી ટંડનને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનને તાવ, પેશાબ સંબંધી સમસ્યા હતી, તે રવિવારથી હોસ્પિટલમાં ભરતી છે.
તેમને વારંવાર તાવ પણ આવી રહ્યો છે જેના કારણે તેમનો કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો પરંતુ રિપોર્ટ નેગેટીવ આવ્યો. ત્યારબાદ ડૉક્ટરોએ લીવર ટેસ્ટ કર્યો જેમાં સંક્રમણ હતુ ત્યારબાદ તેમની સર્જરી થઈ, ઑપરેશન તો સફળ રહ્યુ પરંતુ સોમવારે તેમને શ્વાસ લેવાની મુશ્કેલી થવા લાગી ત્યારબાદ તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. રાકેશ કપૂરના જણાવ્યા મુજબ રાજ્યપાલની હાલત ચિંતાજનક છે પરંતુ હજુ નિયંત્રણમાં છે.
તમને જણાવી દઈએ કે લાલજી ટંડન ઉત્તર પ્રદેશમાં મંત્રી તરીકે ઘણા વિભાગોનુ કામકાજ સંભાળી ચૂક્યા છે. તે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના ઘણા નજીક રહી ચૂક્યા છે. હાલમાં તે એમપીના રાજ્યપાલ છે. તેમનુ રાજકીય કરિયર વર્ષ 1960માં શરૂ થયુ. ટંડન બે વાર ધારાસભ્ય ચૂંટાયા અને બે વાર વિધાન પરિષદના સભ્ય રહ્યા છે. તેમણે ઈન્દિરા ગાંધીની સરકાર સામે જેપી આંદોલનમાં આગળ વધીને ભાગ લીધો હતો.
અટલ બિહારીની નજીક રહેલા લાલજી ટંડનને ઉત્તર પ્રદેશના રાજકારણમાં ઘણા મહત્વના પ્રયોગો માટે પણ ઓળખવામાં આવે છે. 90ના દશકમાં રાજ્યમાં ભાજપ અને બસપાની ગઠબંધન સરકાર બનાવવામાં પણ તેમનુ મહત્વનુ યોગદાન માનવામાં આવે છે. વર્ષ 2009માં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી રાજનીતિથી દૂર થયા બાદ લખનઉ લોકસભા સીટ ખાલી થઈ ગઈ. ત્યારબાદ ભાજપે લાલજી ટંડનને જ આ સીટ સોંપી હતી, તે વર્ષ 2018માં બિહારના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.
UNHRCમાં ભારતે પાકિસ્તાનને અરીસો દેખાડ્યો, કહ્યું- આ દેશ ખૂન-ખરાબા અને કટ્ટરવાદનો પાયો