For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાન લઈને દુલ્હનના ઘરે એક દિવસ મોડો પહોંચ્યો દુલ્હો, જાણો પછી શુ થયું

તમે ક્યારેય પણ એવું સાંભળ્યું છે કે વરરાજા જાન લઈને દુલ્હન ના ઘરે પહોંચે અને દુલ્હન લગ્ન કરવાની ના પાડે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

તમે ક્યારેય પણ એવું સાંભળ્યું છે કે વરરાજા જાન લઈને દુલ્હન ના ઘરે પહોંચે અને દુલ્હન લગ્ન કરવાની ના પાડે. અહીં ચોંકાવનારી વાત છે કે વરરાજા દુલ્હનને લેવા માટે જાન લઈને આવ્યા તો ખરા પરંતુ તેઓ એક દિવસ મોડા આવ્યા. આ વાતથી છોકરી પક્ષના લોકો એટલા ગુસ્સે થયા કે તેમને લગ્ન કરવાની ના પાડી દીધી. એટલું જ નહીં પરંતુ દુલ્હને પણ વરરાજા સાથે જવાની ના પાડી દીધી.

ઝાબુઆ ના પિટોલ વિસ્તારનો મામલો

ઝાબુઆ ના પિટોલ વિસ્તારનો મામલો

આ આખો મામલો મધ્યપ્રદેશના ઝાબુઆ સ્થિત પિટોલ વિસ્તારના ખેડી ગામનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઝાબુઆ ના ચારોલીપાડા માં રહેતા નરેન્દ્રના લગ્ન ખેડી ગામની રેશ્મા સાથે નક્કી થયા હતા. મળતી માહિતી અનુસાર નરેન્દ્રએ રેશ્માના ઘરે સોમવારે જાન લઈને પહોંચવાનું હતું. પરંતુ નરેન્દ્ર એક દિવસ પછી મંગળવારે છોકરીના ઘરે જાન લઈને પહોંચ્યો. જેના કારણે છોકરી પક્ષ ગુસ્સે થયો અને છોકરીના પિતાએ લગ્ન કરવાની ના પાડી દીધી.

છોકરી પક્ષે લગ્ન કરાવવાની ના પાડી

છોકરી પક્ષે લગ્ન કરાવવાની ના પાડી

છોકરા પક્ષ તરફથી છોકરીના પરિવારને સમજાવવાની ખુબ જ કોશિશ કરવામાં આવી. છોકરા પક્ષ તરફથી જણાવવામાં આવ્યું કે છોકરાના મોટા બાપુના નિધનને કારણે જાન આવવામાં મોડી પડી. તેમને છોકરીના પિતાને પણ આ બાબતે જાણકારી આપી હતી. છોકરા પક્ષ ઘ્વારા સમજાવવા છતાં પણ છોકરી પક્ષ લગ્ન માટે રાજી થયો નહીં.

પોલીસ સુધી પહોંચ્યો મામલો

પોલીસ સુધી પહોંચ્યો મામલો

વર પક્ષ તરફથી સમજાવવા છતાં પણ વધુ પક્ષ માન્યો નહીં. ત્યારે આખો મામલો પોલીસ સુધી પહોંચી ગયો. પોલીસ પણ છોકરી પક્ષને સમજાવવામાં માટે પહોંચ્યા. પરંતુ છોકરી પક્ષ માન્યા નહીં તેમને કહ્યું કે જાન મોડી આવી છે. અમારા બધા જ સંબંધીઓ પાછા ચાલ્યા ગયા છે. આવી હાલતમાં અમે લગ્ન માટે તૈયાર નથી. એટલું જ નહીં પરંતુ છોકરીએ પણ લગ્ન કરવાની ના પાડી દીધી.

વરરાજા એ દુલ્હન વિના પાછું જવું પડ્યું, લગ્ન થયા નહીં

વરરાજા એ દુલ્હન વિના પાછું જવું પડ્યું, લગ્ન થયા નહીં

આખરે પોલીસ પણ છોકરી પક્ષને સમજાવવામાં સફળ થઇ નહીં અને વરરાજા એ લગ્ન વિના પાછું જવું પડ્યું. આ વચ્ચે જાણકારી પણ મળી હતું કે છોકરી નાબાલિક હતી. બંને પક્ષ ઘ્વારા દાન અને દહેજમાં થયેલી લેવડ દેવળ પણ પાછી કરી દેવામાં આવી. અંતે વરરાજા પોતાની રાની વિના પાછા ફર્યા હતા.

English summary
Madhya Pradesh: Groom arrived at the bride house with baraat a day delay, then what happened.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X