For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હની ટ્રેપ MP: શ્વેતા જૈન ચલાવતી હતી ‘ગૃહ મંત્રાલય', આ રીતે કરાવતી જાસૂસી

મધ્ય પ્રદેશના રાજકારણ અને અમલદારશાહીમાં ભૂકંપ લાવી દેનાર હની ટ્રેપ કેસમાં હવે જે નવો ખુલાસો થયો છે તે એ છે કે આ ટોળકીની માસ્ટર માઈન્ડ શ્વેતા વિજય જૈને તો પોતાનુ એક ‘ગૃહ મંત્રાલય' બનાવી રાખ્યુ હતુ.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશના રાજકારણ અને અમલદારશાહીમાં ભૂકંપ લાવી દેનાર હની ટ્રેપ કેસમાં હવે જે નવો ખુલાસો થયો છે તે એ છે કે આ ટોળકીની માસ્ટર માઈન્ડ શ્વેતા વિજય જૈને તો પોતાનુ એક 'ગૃહ મંત્રાલય' બનાવી રાખ્યુ હતુ. જ્યાંથી નેતાઓની જાસૂસી થતી હતી. એ જ 'ગૃહ મંત્રાલય'માં નેતાઓ અને અધિકારીઓના ફોન ટેપ થતા હતા. આના માટે શ્વેતા વિજય જૈને બેંગલુરુની એક કંપનીને હાયર કરી હતી. એટલુ જ નહિ તેમની ચેટિંગના પણ રેકોર્ડ રાખતી હતી.

ફોન, ચેટિંગ, એસએમએસ બધાનો રેકોર્ડ રાખવામાં આવતો

ફોન, ચેટિંગ, એસએમએસ બધાનો રેકોર્ડ રાખવામાં આવતો

મધ્ય પ્રદેશ હની ટ્રેપ કેસની તપાસમાં સામે આવ્યુ કે શ્વેતા તેમજ તેની ટોળકી જે નેતાઓને જાળમાં ફસાવતા તેમની દરેક ગતિવિધિ પર નજર રાખતા હતા. તેમના ફોન, ચેટિંગ, એસએમએસ બધાનો રેકોર્ડ રાખવામાં આવતો હતો. જણાવવામાં આવી રહ્યુ છે કે શ્વેતા વિજય જૈનના આ સિક્રેટ કામમાં પાંચ લોકો હતા. આમાંથી બે સાઈબર ફોરેન્સિકના એક્સપર્ટ હતા. સમાચાર એ પણ છે કે મધ્ય પ્રદેશ પોલિસના સાઈબર સેલના મુખ્યાલયમાં પણ શ્વેતા વિજય જૈન ઘણીવાર જોવા મળતી હતી. મીડિયા રિપોર્ટ્સમાં એ દાવો કરવામાં આવી રહ્યો છે કે શ્વેતા જાસૂસી કામ માટે સાઈબર સેલની ઓફિસનો ઉપયોગ કરતી હતી. કારણકે જે કંપની સાથે શ્વેતાનુ ગઠબંધન સામે આવી રહ્યા છે તેણે પહેલા પણ ઘણી કેન્દ્રીય એજન્સીઓ સાથે પણ કામ કર્યુ છે.

ખાસ સૉફ્ટવેરની લઈ રહી હતી મદદ

ખાસ સૉફ્ટવેરની લઈ રહી હતી મદદ

વાસ્તમાં આ કામ સાથે જોડાયેલ લોકો સાઈબર ક્ષેત્રના એક્સપર્ટ હતા. નેતાઓ અને અધિકારીઓની જાસૂસી માટે કંપની પિગાસસ સૉફ્ટવેરનો યુઝ કરતી હતી. આના બગને જે લોકોની જાસૂસી કરવી હોય તેમના ફોનમાં કોઈ રીતે મોકલવામાં આવતા હતા. આના માટે આ એસએમએસ કે વૉટ્સએપનો ઉપયોગ કરીને તેમની ફોન ગેલેરીમાં મોકલી દેતા હતા. આ બગ જ પછી જાસૂસીનુ કામ શરૂ કરી દેતુ હતુ. દાવો છે કે આ સૉફ્ટવેરથી આઈફોન પણ સુરક્ષિત નથી.

આ પણ વાંચોઃ પ્રતિબંધ છતાં ગેરકાયદેસર રીતે ભારત પહોંચી રહ્યા છે ખતરનાક ચીની ફટાકડાઆ પણ વાંચોઃ પ્રતિબંધ છતાં ગેરકાયદેસર રીતે ભારત પહોંચી રહ્યા છે ખતરનાક ચીની ફટાકડા

શું છે મધ્ય પ્રદેશ હની ટ્રેપ કેસ

શું છે મધ્ય પ્રદેશ હની ટ્રેપ કેસ

મધ્ય પ્રદેશમાં અધિકારીઓ, નેતાઓ અને મોટી વગ ધરાવતા લોકોને હુસ્નની જાળમાં ફસાવીને તેમના અશ્લીલ વીડિયો બનાવનાર આખા કાંડનુ નામ જ મધ્ય પ્રદેશ હની ટ્રેપ કેસ 2019 છે જેનો ખુલાસો 18 સપ્ટેમ્બર, 2019ના રોજ આ કાંડમાં શામેલ ભોપાલથી બરખા સોની ભટનાગર, જયપુર નિવેસી શ્વેતા સ્વપ્નિલ જૈન, સાગર નિવાસી શ્વેતા વિજય જૈન અને 19 સપ્ટેમ્બર 2019ના રોજ ઈન્દોરથી રાજગઢ નિવાસી બીએસસી સ્ટુડન્ટ મોનિકા યાદવ અને છતરપુર નિવાસી આરતી દયાલની ધરપકડથી થયો છે. પાંચે મહિલાઓ અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેલ કરવાના ધંધામાં લિપ્ત હતી.

English summary
Madhya pradesh Honey trap Case Accused sweta Jain tapped phone calls
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X