જ્યોતિષ પ્રોફેસરે ચૂંટણીમાં ભાજપનું ભવિષ્ય જણાવ્યું, સસ્પેન્ડ કર્યા

મધ્યપ્રદેશના ઉજ્જેનમાં વિક્રમ વિશ્વવિદ્યાલયના પ્રોફેસરે ફેસબૂક પર ભાજપને લોકસભા ચૂંટણીમાં 300 સીટો મળશે તેવી ભવિષ્યવાણી કરી હતી.

મધ્યપ્રદેશના ઉજ્જેનમાં વિક્રમ વિશ્વવિદ્યાલયના પ્રોફેસરે ફેસબૂક પર ભાજપને લોકસભા ચૂંટણીમાં 300 સીટો મળશે તેવી ભવિષ્યવાણી કરી હતી. ત્યારપછી પ્રોફેસર રાજેશ્વર શાસ્ત્રી મુસલગાંવકર ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વિશ્વવિદ્યાલય આદેશ અનુસાર સોશ્યિલ મીડિયા પર રાજનૈતિક પોસ્ટ કરીને આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

LOk sabha elections 2019

વિધાલય સૂત્રો ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને 28 એપ્રિલે ફેસબૂક પર એક પોસ્ટ કરી હતી, જેમાં ભાજપને 300 સીટો મળશે તેવું તેમને અનુમાન કર્યું હતું. તેને આચાર સંહિતાનું ઉલ્લંઘન માનતા વિશ્વવિદ્યાલય ઘ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વિશ્વવિદ્યાલય ઘ્વારા મીડિયામાં તેની પુષ્ટિ કરવામાં આવી છે.

ત્યારપછી બીજા દિવસે પ્રોફેસર રાજેશ્વર શાસ્ત્રી મુસલગાંવકર ઘ્વારા તેમની પોસ્ટ ડીલીટ કરી દેવામાં આવી હતી. ત્યારપછી તેમને 29 એપ્રિલે ફેસબૂક પર વધુ એક પોસ્ટ કરતા લખ્યું હતું કે મારા ઘ્વારા આંકલન ફક્ત શાસ્ત્રીય પ્રચારની દ્રષ્ટિએ કરવામાં આવ્યું હતું. જો મારા આ પ્રયોગથી કોઈની ભાવનાને ઠેસ પહોંચી હોય, તો તેના માટે હું માફી માંગુ છું.

જયારે આ મામલે ભાજપાએ તેને અભિવ્યક્તિની આઝાદી પર પ્રતિબંધ ગણાવ્યો છે. ભાજપે કહ્યું કે અલગ અલગ વસ્તુઓ માટે જ્યોતિષ આંકલન જાહેર કરવું કઈ જ ખોટું નથી. તેમનું સસ્પેનશન કેન્સલ કરવું જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X