For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી શપથ લેશે, સામેલ થશે વિપક્ષના કેટલાય મોટા નેતા

રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશના સીએમ શપથ લેશે

|
Google Oneindia Gujarati News

વી દિલ્હીઃ કોંગ્રેસ માટે સોમવારનો દિવસ અતિ મહત્વનો છે, કેમ કે ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ અને રાજસ્થાનમાં અશોક ગેહલોતને નવા સીએમ તરીકે રાજ્યપાલ શપથ લેવડાવશે. આ શપથ સમારોહમાં વિપક્ષ એકજુટ થઈ પોતાની તાકાત દેખાડશે. ત્રણેય મુખ્યમંત્રીઓના શપથ ગ્રહણનો સમય અલગ-અલગ રાખવામાં આવ્યો છે.

શપથ ગ્રહણ સમારોહનો સમય અલગ-અલગ

શપથ ગ્રહણ સમારોહનો સમય અલગ-અલગ

જણાવી દઈએ કે યોજાનાર આ શપથ ગ્રહણ સમારોહનો સમય અલગ-અલગ રાખવામાં આ્યો છે, જેથી ત્રણેય કાર્યક્રમમાં વિપક્ષના નેતાઓ આસાનીથી પહોંચી શકે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી તરીકે અશોક ગેહલોત અને ઉપમુખ્યમંત્રી સચન પાયલટ જયપુરના ઐતિહાસિક અલ્બર્ટ હૉલમાં સોવારે સવારે 10 વાગ્યે શપથ લેવડાવવામાં આવશે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ થશે.

મધ્ય પ્રદેશના સીએમ

મધ્ય પ્રદેશના સીએમ

જે બાદ કમલનાથ સોમવારે મધ્ય પ્રદેશના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. તેઓ એકલા શપથ લેવાના છે. તેમના મંત્રીમંડળનો વિસ્તાર બાદમાં કરવામાં આશે. પ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવશે. ભોપાલના જમ્બૂરી મેદાનમાં 1.30 વાગ્યે થનાર પદ અને ગોપનીયતાની શપથ લેવડાવવામાં આવશે. સમારોહ પહેલા સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવશે.

વિપક્ષના નેતાઓ હાજર રહેશે

વિપક્ષના નેતાઓ હાજર રહેશે

કમલનાથના શપથ સમારોહમાં રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી, પોંડીચેરીના મુખ્યમંત્રી વી. નારાયણસામી, ડીએમકે ચીફ એમ.કે. સ્ટાલિન, આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબૂ નાયડૂ, અખિલેશ યાદવ અને માયાવતી સહિત કેટલાય મોટા નેતા સામે થઈ શકે છે. જ્યારે છત્તસગઢમાં ભૂપેશ બઘેલ સાંજે 4.30 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. ભૂપેશ બઘેલ રાયપુરના સાયન્સ કોલેજ મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે.

કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીએ એક વર્ષ પૂર્ણ કર્યું, જાણો ઉપલબ્ધીઓકોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીએ એક વર્ષ પૂર્ણ કર્યું, જાણો ઉપલબ્ધીઓ

English summary
Madhya Pradesh, Rajasthan and Chhattisgarh newly elected chief ministers of congress will take oath on monday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X