For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય પ્રદેશ વિધાનસભાઃ કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો, રાજ્યપાલને મળવા સમય માગ્યો

મધ્ય પ્રદેશ વિધાનસભાઃ કોંગ્રેસે સરકાર બનાવવાનો દાવો કર્યો

|
Google Oneindia Gujarati News

ભોપાલઃ મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી થઈ શકી. ચૂંટણીના ફાઈનલ પરિણામ આવે તે પહેલા જ કોંગ્રેસ પાર્ટીએ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ મોડી રાત્રે રાજ્યપાલને ચિઠ્ઠી લખીને આજે રાત્રે જ તેમને મળવા માટે સમય માંગ્યો હતો. મધ્ય પ્રદેશની સાથે જ ભાજપ શાસિત ત્રણે રાજ્ય મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાંથી ભાજપનાં સૂફડાં સાફ થઈ ગયાં.

kamal nath

કોંગ્રેસ નેતા કમલનાથે રાજ્યપાલને પત્ર લાખી આજે રાત્રે જ મળવાનો સમય માંગ્યો હતો. કમલનાથના લખેલ પત્રમાં તેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો. જો કે ભાજપે કોંગ્રેસના આ પગલાંને ઉતાવળીયું પગલું ગણાવ્યું છે. મળી રહેલ અહેવાલો મુજબ મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે હાલ કોંગ્રેસને મળવાનો સમય આપવાની ના પાડી દીધી હતી. રાજભવન તરફથી સ્પષ્ટ કરી દીધું કે જ્યાર સુધી ચૂંટણી પંચ તરફથી રિઝલ્ટના સ્પષ્ટ આંકડા સામે નહિ આવી જાય ત્યાં સુધી મળવાનો વક્ત નહિ આપી શકાય.

જ્યારે કમલનાથે ટ્વીટ કરી જીત માટે પ્રદેશની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના ઐતિહાસિક જનસમર્થન, સ્નેહ અને પ્યાર માટે તેમનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે લાખો કોંગ્રેસજનના અથાગ પરિશ્રમ માટે તેમનો આભાર. તેમણે કહ્યું કે કોંગ્રેસ જનતાની ઉમ્મીદ અને આશા પર હંમેશા ખરા ઉતરશે.

આ પણ વાંચો- ફરી એકવાર મિઝોરમ વિધાનસભામાં હશે બધા જ પુરુષો!

English summary
Madhya Prdaesh Assembly Election results 2018: Congress party seeks an appointment late tonight with the Governor to stake their claims to form the govt in Madhya Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X