For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

9 નવેમ્બર સુધી ઓનલાઈન દવા નહિ ખરીદી શકો, કોર્ટે રોક લગાવી

9 નવેમ્બર સુધી ઓનલાઈન દવા નહિ ખરીદી શકો, કોર્ટે રોક લગાવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દવાઓના ઓનલાઈન વેચાણ પર ફુલસ્ટોપ લાગી ગયો છે. મદ્રાસ હાઈકોર્ટના ફેસલાને કારણે દવાઈઓના ઓનલાઈન વેચાણ પર રોક લાગી ગઈ છે. મદ્રાસ હાઈકોર્ટે ઓનલાઈન ફાર્મસી પર 9 નવેમ્બર સુધી અસ્થિર રોક લગાવી દીધી છે.

medicine

કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ ઓસોસિએશને કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જે અંતર્ગત એસોસિએશને ઓનલાઈન ફાર્મસી પર ખરાબ અને અને રેગ્યુલેશન વિનાની દવા વેચાનો આરોપ લગાવતા તેના પર રોક લગાવવાની માગણી કરી હતી. અરજી પર સુનાવણી કરતા કોર્ટે ઓનલાઈન ફાર્મસી પર 9 નવેમ્બર સુધી રોક લગાવી દીધી છે. કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી પણ આ મામલે જવાબ માગ્યો છે. કોર્ટે આ મામલાની આગલી સુનાવણી 9 નવેમ્બર સુધી સ્થગિત રાખી છે.

શું છે કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશનની દલીલ

કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને કોર્ટ સામે દલીલ આપી છે કે ઓનલાઈન ફાર્મસીથી દવાઓ ખરીદવી સહેલી તો છે પરંતુ લાઈસન્સ વિનાના ઓનલાઈન સ્ટોરથી દવા ખરીદવી ખતરાથી ખાલી નથી. એસોસિએશને કહ્યું કે ઓનલાઈન ફાર્મસી ડમી, એક્સપાયરી, દૂષિત અને અસ્વીકૃત દવાઓ વેચી શકે છે. એસોસિએશને કોર્ટ સમક્ષ ફાર્મસી કાનૂન ઔષધિ અને પ્રસાધન અધિનિયમ 1940, ઔષધિ અને પ્રસાધન સામગ્રી નિયમ, 1945 અને ફાર્મસી અધિનિયમ 1948ના ઉલ્લંઘનની ભાવના જતાવવામાં આવી છે. કોર્ટે અરજીને ગંભીરતાથી લેતા આગલી સુનાવણી સુધી ઓનલાઈન દવાઓ પર રોક લગાવી દીધો છે.

આ પણ વાંચો- સુપ્રીમ કોર્ટને પણ રાફેલની કિંમત નહિ જણાવે મોદી સરકારઃ સૂત્ર

English summary
Madras High Court grants interim injunction against online medicine sale.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X