For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીઆઈપી અને જજ માટે ટોલ પ્લાઝામાં અલગ લેન બનાવો: કોર્ટ

મદ્રાસ હાઇકોર્ટ ઘ્વારા નેશનલ હાઇવે ઔરથોરિટી ઓફ ઇન્ડિયાને આદેશ આપતા જણાવ્યું કે તેઓ વીઆઈપી અને હાલના જજો માટે ટોલ પ્લાઝામાં અલગ લેન બનાવે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મદ્રાસ હાઇકોર્ટ ઘ્વારા નેશનલ હાઇવે ઔરથોરિટી ઓફ ઇન્ડિયાને આદેશ આપતા જણાવ્યું કે તેઓ વીઆઈપી અને હાલના જજો માટે ટોલ પ્લાઝામાં અલગ લેન બનાવે. હાઇકોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ ખુબ જ દુઃખદ છે કે વીઆઈપી અને હાલના જજો ને ટોલ પ્લાઝામાં રોકવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ જજોને ટોલ પ્લાઝા પર 10 થી 15 મિનિટ રાહ જોવી પડે છે.

madras high court

જસ્ટિસ હલુવાળી જી રમેશ અને એમવી મુરલીધરનની એક ખંડપીઠ ઘ્વારા નેશનલ હાઇવે ઔરથોરિટી ઓફ ઇન્ડિયાને અલગ અલગ લેન પ્રદાન કરવા માટે બધા જ ટોલ પ્લાઝામાં સર્ક્યુલર જાહેર કરવા માટે આદેશ આપ્યો છે. જેથી વીઆઈપી અને હાલના જજોના વાહન કોઈ પણ પરેશાની વિના ટોલ નાકાથી પસાર થઇ શકે. તેની સાથે સાથે કોર્ટ ઘ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે કોર્ટના આદેશનું પાલન નહીં કરવામાં આવ્યું તો તેની સામે પગલાં પણ લેવામાં આવશે.

ખરેખર મદ્રાસ હાઇકોર્ટની આ બેન્ચ લાર્સન એન્ડ ટુબ્રો કૃષ્ણગીરી વલાજપેટ ટોલવે લિમિટેડ સિવાય બીજી પણ ઘણી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ટોલ પ્લાઝા પર વીઆઈપી માટે અલગથી કોઈ લેન નહીં હોવું ખુબ જ કષ્ટદાયક છે. કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ મામલે 4 અઠવાડિયા પછી ફરી સુનાવણી કરવામાં આવશે.

English summary
Madras High Court Orders, Separate Lanes For VIPs, Judges At Toll Plazas Across India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X