• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોર્ટે સરકારને Tik-Tok પર પ્રતિબંધ મુકવાનો આદેશ આપ્યો, જાણો કારણ...

|

જો તમે Tik-Tok પર વિડીયો બનાવો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે. મદ્રાસ હાઈ કોર્ટે આ એપ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. કોર્ટ કહે છે કે આ એપ દ્વારા બાળકોની માનસિકતા પર ખરાબ અસર પડી શકે છે. કોર્ટે કેન્દ્ર સરકારને Tik-Tok પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો અને કહ્યું, "આ એપ પોર્નોગ્રાફીને પ્રોત્સાહન આપી રહ્યું છે, જેના કારણે બાળકોની માનસિકતા પર ખરાબ અસર પડી રહી છે." આ ઉપરાંત, કોર્ટે મીડિયાને આદેશ આપ્યો આ કે તેઓ આ એપથી બનાવવામાં આવેલા વિડીયો દેખાડવાનું બંધ કરો.

TikTok

તમને જણાવી દઈએ કે આ કિસ્સામાં મદ્રાસના મદુરાઈના વકીલ અને સામાજિક કાર્યકર મુથુ કુમારએ આ કેસમાં અરજી દાખલ કરી હતી. તેમની અરજીમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ એપને લીધે શોષણ, આત્મહત્યા અને અશ્લીલતા જેવી ખરાબ વસ્તુઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. તેથી તેઓએ આ એપ પર પ્રતિબંધ લગાવવા વિનંતી કરી છે. આ અરજીને સ્વીકારીને મદ્રાસ હાઈકોર્ટના મદુરાઈ બેંચે આ સુનાવણી કરતા આ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે સરકારને કહ્યું છે કે આ એપનો ઉપયોગ કરતા બાળકો લૈંગિક શોષણ કરનારા લોકોના સંપર્કમાં આવી શકે છે.

Tik-tok થી બાળકો પર ખરાબ અસર

આ એપ વિશે વાત કરીએ તો લોકો તેને કલાપ્રેમી શૈલીમાં ઉપયોગ કરે છે. આ એપમાં વપરાશકર્તાઓ તેમના ટૂંકા વિડીયોનો ઉપયોગ મિમિક્રી, ગીત, સંગીત અને સ્પેશિયલ ઈફેક્ટસ જેવી વસ્તુઓ પર કરે છે. તે પછી તેઓ તેમના વિડીયો શેર કરે છે જેથી તેઓ પોતે લોકપ્રિય થઈ શકે. તેમાં ઘણા લોકો પોર્ન વિડીયોનો પણ પ્રયોગ કરે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો આ એપ દ્વારા ઘણી ખોટી બાબતો પણ શીખી રહ્યાં છે. જેનાથી તે બાળકો પર ખરાબ અસર પડી શકે છે.

એક રિપોર્ટ અનુસાર 25 લાખ લોકો ભારતમાં આ એપનો ઉપયોગ કરે છે. આ રિપોર્ટ અનુસાર Tik-tok એપ ડાઉનલોડ કરવામાં ભારતીય વપરાશકર્તાઓ આખી દુનિયામાં સૌથી આગળ છે. આ વપરાશકર્તામાં સૌથી વધુ સંખ્યા 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની છે. આ કારણે, તે ભારતીય બાળકો અને કિશોરો માટેનું જોખમ બનેલું છે.

English summary
The court ordered the government to ban Ban on Tik-Tok
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more