For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મદ્રાસ હાઈકોર્ટનો મોટો ચૂકાદો, થુથુકુડીમાં સ્ટરલાઈટ કૉપર યુનિટના વિસ્તાર પર લગાવી રોક

મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયની મદુરાઈ બેન્ચે થુથુકૂડીમાં સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા નવા કૉપર સ્મેલ્ટરના કન્સ્ટ્રક્શન પર રોક લગાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

તમિલનાડુના તૂતીકોરિનમાં હજારો લોકો એક સ્ટરલાઈટ કૉપર કારખાનાને બંધ કરવાની માંગ માટે પ્રદર્શન કરી રહ્યા છે. આ કારખાનાથી આસપાસના ગામોના લોકોને કેન્સરની બીમારી થઈ રહી છે. મંગળવારે પ્રદર્શનના 100 માં દિવસે જ્યારે લોકોએ કલેક્ટર કાર્યાલયની ઘેરાબંધી કરીને કૉપર યુનિટને બંધ કરવાની માંગ કરી ત્યારે સ્થિતિ વણસી ગઈ. આ દરમિયાન પોલિસ સાથેની ઝડપમાં 11 લોકોના મોત નીપજ્યા હતા.

sterlite

મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયની મદુરાઈ બેન્ચે થુથુકૂડીમાં સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા નવા કૉપર સ્મેલ્ટરના કન્સ્ટ્રક્શન પર રોક લગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે કૉપર કારખાનાનો થુથુકૂડીમાં વિરોધ થઈ રહ્યો છે અને લોકોનું કહેવુ છે કે આના કારણે કેન્સર જેવી ભયંકર બિમારી થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે તમિલનાડુના તૂતીકોરિનમાં એક સ્ટરલાઈટ કૉપર કારખાનાને બંધ કરવા માટે ચાલી રહેલ પ્રદર્શન હિંસક થયા બાદ 11 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે સેંકડો લોકો ઘાયલ થઈ ગયા. તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ મૃતકોના પરિજનોને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયતા અને પરિવારના એક શખ્સને સરકારી નોકરીનું એલાન કર્યુ છે. જ્યારે ઘાયલોને ત્રણ-ત્રણ લાખ રૂપિયા આપવામાં આવશે. આ મામલાની તપાસ માટે તપાસ સમિતિ રચવાની પણ ઘોષણા કરી દેવામાં આવી છે.

English summary
madurai bench madras high court stays construction a new copper smelter by sterlite
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X