For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપા વિરુદ્ધ મહાગઠબંધન પર રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન

વર્ષ 2019 દરમિયાન થનાર લોકસભા ઈલેક્શનમાં ભાજપ સામે સાથે આવી રહેલા મહાગઠબંધન પર રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન આપ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

વર્ષ 2019 દરમિયાન થનાર લોકસભા ઈલેક્શનમાં ભાજપ સામે સાથે આવી રહેલા મહાગઠબંધન પર રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન આપ્યું છે. મોદી સરકાર પર હુમલો કરતા રાહુલ ગાંધીએ બુધવારે જણાવ્યું કે મહાગઠબંધન ફક્ત એક રાજનૈતિક ગઠબંધન નથી, પરંતુ આ લોકોની અંદરની ભાવના છે. આજે ભાજપ અને આરએસએસ સામે આખો દેશ ભેગો થઇ રહ્યો છે. રાહુલ ગાંધી આજે દિલ્હીની તાજ હોટેલમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કરી રહ્યા છે.

rahul gandhi

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા. રાહુલ ગાંધી ઘ્વારા જણાવવામાં આવ્યું કે પેટ્રોલની વધતી કિંમતોને કારણે આજે સામાન્ય વ્યક્તિ પર મોંઘવારીનો ભાર પડી રહ્યો છે. અમે ઇંધણ જીએસટી હેઠળ લાવવા માટે કહ્યું પરંતુ સરકાર અમારી વાત નથી સાંભળતી. આ પહેલા મંગળવારે રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર પોતાના સિનિયર નેતાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે લાલ કૃષ્ણ અડવાણી પીએમ મોદીના ગુરુ રહ્યા છે, પરંતુ તેઓ તેમની બિલકુલ રિસ્પેક્ટ નથી કરતા.

રાહુલ ગાંધીએ કહ્યું કે અમે અટલ બિહારી વાજપેયી સામે ઈલેક્શન લડ્યા. પરંતુ જયારે તેઓ આજે બીમાર છે તો હું તેમને જઈને મળ્યો છું. તેઓ દેશના પ્રધાનમંત્રી રહી ચુક્યા છે તેમને દેશ માટે કામ કર્યું છે. અમે જયારે તેઓ પીએમ હતા ત્યારે પણ તેમની ઇઝ્ઝત કરતા હતા અને અત્યારે પણ કરીયે છે. આ અમારું ક્લચર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે એક સિનિયર રાજનેતા ઘ્વારા તેમને જણાવવામાં આવ્યું કે તેઓ છેલ્લા 50 વર્ષથી કોંગ્રેસ સામે લડી રહ્યા છે. પરંતુ હવે તેમને અહેસાસ થયો છે કે કોંગ્રેસ જ એક એવી પાર્ટી છે જે દેશને સુરક્ષિત રાખી શકે છે. ફક્ત કોંગ્રેસ જ ભાજપ અને આરએસએસ વિચારધારાને હરાવી શકે છે.

English summary
Mahagathbandhan Is Sentiment in People Not Just Politics, Whole Nation is United Against RSS and BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X