For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘરમાં ઘૂસીને ભાજપ નેતાની હત્યા, અજાણ્યા હુમલાખોરોએ 5 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

મહારાષ્ટ્રમાં ભાજપ નેતાની ઘરમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી છે. અજ્ઞાત બદમાશોએ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રવિન્દ્ર ખરાતના ઘરમાં ઘૂસીને તેમની હત્યા કરી દીધી.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં ભાજપ નેતાની ઘરમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી છે. અજાણ્યા શખ્શોએ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રવિન્દ્ર ખરાતના ઘરમાં ઘૂસીને તેમની હત્યા કરી દીધી. અજ્ઞાત હુમલાખોરો અને તેમના પરિવારના ઘણા સભ્યો પર હુમલો કરી દીધો. હુમલાખોરોએ ભાજપ નેતાના ઘરમાં ઘૂસીને તેમની હત્યા કરી દીધી. આ હુમલામાં રવિન્દ્ર ખરાત સહિત પાંચ લોકોના મોત નીપજ્યા છે. સૂચના બાદ સ્થળ પર પહોંચેલી પોલિસે તપાસ શરૂ કરી દીધી છે. એએનઆઈ મુજબ પોલિસે ત્રણ શખ્શોની ધરપકડ કરી દીધી છે.

ravindra kharat

મીડિયા રિપોર્ટ મુજબ જલગાંવના ભૂસાવલમાં અજાણ્યા શખ્સોએ ભાજપ નેતા રવિન્દ્ર ખરાતના ઘરમાં ઘૂસીને તેમના અને તેમના પરિવાર પર જાનલેવા હુમલો કર્યો. હુમલાખોરોએ ભાજપ નેતા રવિન્દ્ર ખરાત, તેમના પુત્રો અને દોસ્તો પર ચાકૂથી હુમલો કર્યો અને પછી ગોળી મારી હત્યા કરી દીધી. હુમલાખોરોએ નેતા રવિન્દ્ર ખરાતને ઘરના આંગણામાં આવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો અને જે પણ સામે દેખાયુ તેની હત્યા કરી દીધી.

આ હુમલામાં રવિન્દ્ર બાબુરાવ ખરાતનુ મોત નીપજ્યુ છે. તેમના ભાઈ સુનીલ ખરાત, પુત્ર પ્રેમસાગર રવિન્દ્ર ખરાત, નાનો પુત્ર રોહિત ખરાત અને પુત્રના દોસ્ત સુમિત ગજરેના મોત નીપજ્યા છે. વળી, રવિન્દ્ર ખરાતની પત્ની રજની ખરાત અને તેમનો ત્રીજો પુત્ર હિતેશ અને અન્ય એક સંબંધી ખરાબ રીતે ઘાયલ થઈ ગયા છે જેમની સ્થિતિ ખૂબ જ નાજુક જણાવવામાં આવી રહી છે. પોલિસના જણાવ્યા મુજબ હુમલાખોર મોટરસાઈકલ પર સવાર થઈને રવિન્દ્ર ખરાતના ઘરમાં દાખલ થયા. મામલો અંગત અદાવતનો લાગી રહ્યો છે. ભુસાવલ પોલિસે આ કેસમાં અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલિસ હુમલાખોરોની પૂછપરછ કરી રહી છે. વળી, અત્યાર સુધી પોલિસ તેને પરસ્પર અદાવતનો કેસ માનીને ચાલી રહી છે.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીર: ઘૂસણખોરીની કોશિશ કરી રહેલો જેશનો આતંકી પકડાયોઆ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીર: ઘૂસણખોરીની કોશિશ કરી રહેલો જેશનો આતંકી પકડાયો

English summary
maharashra bjp leader ravindra kharat and 3 member of his family killed by unidentified miscrearnts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X