For Quick Alerts
For Daily Alerts
મહારાષ્ટ્ર: કંટેનરે થ્રી વ્હીલરને મારી ટક્કર, 7 લોકોનુ મોત
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં શુક્રવારે એક કન્ટેનર ટ્રક અને થ્રી વ્હીલર વચ્ચે અથડાતા ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના મુંબઈથી લગભગ 240 કિમી દૂર કોપરગાંવ શહેર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મસૂદપુર ફાટા નજીક સવારે 8 વાગ્યે બની હતી, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ ઘટનામાં ઘાયલ થયેલા મુસાફરોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, એક ફાસ્ટ કન્ટેનર ટ્રકે મુસાફરોને લઈ જતી થ્રી-વ્હીલર રિક્ષાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓ અને બે મહિલાઓ સહિત ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા, જ્યારે છ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે.
Comments
English summary
Maharashtra: A three-wheeler collided with a container, 7 people Died
Story first published: Friday, May 6, 2022, 19:17 [IST]