મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: રામદાસ આઠવલેએ છોટા રાજનના ભાઈને ટિકિટ આપી
આગામી વિધાનસભા ચૂંટણી માટે રામદાસ આઠવલેની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયા (આરપીઆઈ) તરફથી અંડરવર્લ્ડ ડૉન છોટા રાજનના ભાઈને ટિકિટ આપવામાં આવી છે. છોટા રાજનના ભાઈ દીપક નિકાલજેને આ ટિકિટ પશ્ચિમ મહારાષ્ટ્રના ફલટણ વિધાનસભા ક્ષેત્રમાંથી આપવામાં આવી છે. છોટા રાજન હાલમાં જેલમાં બંધ છે.
દીપક નિકાલજે આનાથી પણ ચૂંટણી લડી શકે છે. તેમણે મુંબઈના ચેમ્બુરથી વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ હારી ગયા હતા. તેમણે આઠવલેની પાર્ટીથી 2004, 2009 અને 2014માં ચેમ્બુર સીટથી લોકસભા ચૂંટણી લડી હતી પરંતુ આ વખતે આ સીટ શિવસેનાના ખાતામાં જતી રહી. તમને જણાવી દઈએ કે નિકાલજે સામે ગયા વર્ષે એક યુવતીનો રેપ કરવા બદલ કેસ ફાઈલ થયો હતો.
સીટોની સંખ્યાની વાત કરીએ તો આરપીઆઈ એનડીએમાં શામેલ છે. સીટ વહેંચણી હેઠળ આ પાર્ટીને છ સીટો મળી છે. પાર્ટીએ પોતાના ઉમેદવારેના નામનુ એલાન બુધવારે જ કર્યુ છે. આરપીઆઈના વરિષ્ઠ નેતાએ દીપકને આ સીટથી ટિકિટ આપવા પાછળનુ કારણ જણાવ્યુ છે. તેમણે કહ્યુ, 'તેમણે (દીપક નિકાલજે) આ વખતે ફલટણથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આવુ એટલા માટે કારણકે તે આ વિસ્તારમાંથી આવે છે અને ત્યાં તેમના સારા સંપર્ક પણ છે.'
આ સીટ ઉપરાંત આરપીઆઈ પોતાના ઉમેદવાર સોલાપુર જિલ્લાના માલશિરસ, નાંદેડ જિલ્લાના ભંડારા અને નયગાંવ, પરભણીમાં પાથરી અને મુંબઈમાં માનખુર્દ-શિવાજી નગર સીટથી પણ ઉતારશે. શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ વર્લી સીટ માટે ઉમેદવારી નોંધાવી છે. આદિત્ય પોતાના પરિવારના પહેલા એવા સભ્ય છે જે વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. ખાસ વાત એ પણ છે કે આદિત્ય સામે તેમના કાકા રાજ ઠાકરેએ કોઈ ઉમેદવાર ઉતાર્યા નથી.
આ પણ વાંચોઃ બહેનને લસ્સી પિવડાવી, પછી હાથ-પગ બાંધી ગળુ કાપી દીધુ, માને બોલ્યો...