VIDEO: રેલી બાદ મસ્તીના મૂડમાં દેખાયા ઓવેસી, માળા લઈ ‘મિયાં-મિયાં ભાઈ..' પર કર્યો ડાંસ
મજલિસે-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઓવેસીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઓવેસી ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે શુક્રવારે ઔરંગાબાદ પહોંચેલા ઓવેસી જ્યારે જનસભાને સંબોધિત કર્યા બાદ મંચ પરથી ઉતરી રહ્યા હતા તે દરમિયાન તે લોકોને જોઈને મંચ પર વાગી રહેલ 'મિયાં-મિયાં ભાઈ..' ગીત પર થીરકવા લાગ્યા. વીડિયો જોવા માટે છેલ્લી સ્લાઈડ પર જાવ.

હાથમાં માળા લઈને ફૂલ પાવરમાં ડાંસ કરી રહ્યા છે ઓવેસી
સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા જારી વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે અસદુદ્દીન ઓવેસી રેલીને સંબોધિત કર્યા બાદ મંચ પરથી ઉતરે છે અને ત્યારબાદ ‘મિયાં-મિયાં ભાઈ..' ગીતની ધૂન પર ડાંસ કરવા લાગે છે. ઓવેસીના હાથોમાં ફૂલોની માળા છે. ડાંસ દરમિયાન તે ફૂલ પણ ફેંકતા દેખાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે અસદુદ્દીન ઓવેસી હંમેશા પોતાના તીખા નિવેદનો માટે ચર્ચામાં રહે છે અને રીતના જોશમાં ફૂલ ફેંકતા ઓવેસીના ડાંસનો વીડિયો પહેલી વાર સામે આવ્યો છે.

રેલીમાં પીએમ મોદી પર ઓવેસીએ કર્યો હુમલો
ઔરંગાબાદમાં જ ઓવેસીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1993નાં મુંબઈ હુલ્લડો પર શ્રીકૃષ્ણ પંચના રિપોર્ટને લાગુ કરવો જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રી મોદી પોતાના ચૂંટણી ભાષણોમાં વિવાદાસ્પદ વિષયોને ઉઠાવીને એક ખાસ વર્ગને સંદેશ આપવામાં લિપ્ત છે.
આ પણ વાંચોઃ આઈપીએસ અધિકારી અનૂપ કુમાર સિંહ બન્યા એનએસજીના નવા ચીફ
|
જુઓ VIDEO
તમને જણાવી દઈએ કે 2014માં થયેલ મહારાષ્ટ્ર ચૂંટણી દરમિયાન ઓવેસીની પાર્ટીએ પોતાનુ ખાતુ ખોલીને બે સીટો પર શાનદાર જીત મેળવી હતી. પાર્ટીએ 24 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. આ પહેલી વાર હતુ જ્યારે તેમની પાર્ટીએ હૈદરાબાદથી બહાર કોઈ અન્ય રાજ્યમાંચૂંટણી જીત મેળવી હતી. ઓવેસીની પાર્ટીએ મુંબઈની બાયકૂલા તેમજ ઔરંગબાદ સીટ સેન્ટ્રલ સીટ પર જીત મેળવી હતી. બાયકૂલાથી પાર્ટી ઉમેદવાર વારિસ પઠાણે પચીસ હજાર મતોથી પણ વધુ અંતરમાં જીત મેળવી હતી. વળી, ઔરંગબાદા સેન્ટ્રલથી ઈમ્તિયાઝ જલીલે ત્રીસ હજાર મતોથી વિજય મેળવ્યો હતો.