For Quick Alerts
For Daily Alerts
Maharashtra Bandh: લખીમપુર હિંસાના વિરોધમાં આજે મહારાષ્ટ્ર બંધ, જાણો 10 મોટી વાતો
મુંબઈઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસાના વિરોધમાં મહારાષ્ટ્ર સરકારે આજે બંધનુ એલાન કર્યુ છે. આ બંધ બોલાવતા પહેલા શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતે કહ્યુ કે, 'આ બંધનો હેતુ માત્ર એ જણાવવાનો છે કે અમારી સરકાર સંપૂર્ણપણે ખેડૂતો સાથે છે, કૃષિ કાયદાના વિરોધમાં લડાઈમાં ખેડૂત એકલો નથી.' તેમણે કહ્યુ કે, 'મહારાષ્ટ્ર સરકારના ત્રણ ગઠબંધન દળ મહારાષ્ટ્ર બંધમાં સાથે છે અને અમે હંમેશા ખેડૂતોની મદદ માટે આગળ ઉભા છે, જેમની સાથે ખોટુ થયુ છે તેમને ન્યાય મળવો જ જોઈએ.'
આવો, જાણીએ આ બંધ સાથે જોડાયેલી 10 વાતો
- શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકાર બંધનુ સમર્થન કરી રહી છે.
- પ્રેસ કૉન્ફરન્સમાં બંધનુ એલાન કરીને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કહ્યુ કે, 'હું મહારાષ્ટ્રના 12 કરોડ લોકોને ખેડૂતોનુ સમર્થન કરવાનો અનુરોધ કરુ છુ. સમર્થનનો અર્થ છે કે તમે બધા એક દિવસ માટે પોતાનુ કામ બંધ કરી દો.'
- નવાબ મલિકે કહ્યુ કે જરૂરી વસ્તુઓ છોડીને બધુ બંધ રહેશે. આજે શાક માર્કેટ પણ બંધ રહેશે.
- શિવસેના નેતા સંજય રાઉતે કહ્યુ કે, 'લખીમપુર ખીરીમાં જે થયુ તે બંધારણની હત્યા, કાયદાનુ ઉલ્લંઘન અને દેશના ખેડૂતોને મારવાનુ ષડયંત્ર હતુ.'
- આજે બંધ દરમિયાન ખૂણે-ખૂણે પોલિસ તૈનાત રહેશે. બંધ સ્થળે 500 હોમગાર્ડ અને અન્ય બળોની 700 કંપનીઓની તૈનાતી થઈ.
- ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલફેરે પણ આ બંધને સમર્થન આપ્યુ છે.
- પરંતુ ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલફેરનુ કહેવુ છે કે બળજબરીથી કોઈ પણ દુકાનને બંધ ન કરાવવામાં આવે.
- ભાજપે આ બંધનો વિરોધ કર્યો છે અને કહ્યુ છે કે જો કોઈ પણ દુકાનને બળજબરીથી બંધ કરાવવામાં આવશે તો અમે તેનો વિરોધ કરીશુ.
- હાલમાં આજે બંધ દરમિયાન જરૂરી સેવાઓ જેવી કે હૉસ્પિટલ, એમ્બ્યુલન્સ, મેડિકલ સ્ટોર, દૂધ સપ્લાય ચાલુ છે.
Comments
maharashtra farmers protest farmer protest shiv sena congress ncp sanjay raut lakhimpur kheri bjp mumbai uttar pradesh politics મહારાષ્ટ્ર ખેડૂત આંદોલન ખેડૂત આંદોલન શિવસેના કોંગ્રેસ એનસીપી સંજય રાઉત ભાજપ મુંબઈ ઉત્તર પ્રદેશ રાજકારણ
English summary
Maharashtra bandh today over Lakhimpur Kheri violence. Read 10 important points.
Story first published: Monday, October 11, 2021, 9:31 [IST]