For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં શિવસેના સાથે હાથ મિલાવવવા ભાજપના સંકેત

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 19 સપ્ટેમ્બર : મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીઓમાં અત્યાર સુધી બહાર આવી રહેલા પરિણામો દર્શાવી રહ્યા છે કે રાજ્યમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે બહાર આવી રહી છે. ભાજપ બહુમતીથી થોડી દૂર રહેશે એવા સંકેતો મળતા જ મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ દેવેન્દ્ર ફડનવીસે સરકાર બનાવવા માટે તેના પૂર્વ સાથીદાર શિવસેનાનું સમર્થન લેવા અઆંગે સ્પષ્ટ શબ્દોમાં કોઇ વાત કરી નથી. જો કે મહારાષ્ટ્ર ભાજપે શિવસેના સાથે હાથ મિલાવી શકવાના સંકેતો જરૂર આપ્યા છે.

આજે મીડિયા સાથે વાત કરતા ફડનવીસે જણાવ્યું કે અમારા માટે તમામ વિકલ્પો ખુલ્યા છે. શિવસેના અમારી દુશ્મન નથી. ફડનવીસનું કહેવું છે કે ભાજપે શિવસેનાને ક્યારે પણ રાજકીય પ્રતિદ્વંદી માની નથી.

devendra-fadnavis-bjp-maharashtra-1

ફડનવીસને એમ પૂછવામાં આવ્યું કે ભાજપ શિવસેના પાસેથી સમર્થન માંગશે ત્યારે તેમણે જણાવ્યું કે હું કાલ્પનિક પ્રશ્નોના ઉત્તર આપીશ નહીં. શિવસેના ક્યારેય પણ અમારી રાજકીય સ્પર્ધક રહી નથી. નોંધનીય છે કે મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ દેવેન્દ્ર ફડનવીસ સમગ્ર ચૂ્ટણી દરમિયાન રાજ્ય ભાજપનો ચમકતો ચહેરો બન્યા હતા.

ફડનવીસે જણાવ્યું કે અમે તેમના (શિવસેના) અંગે કશું નથી કહ્યું. અમે અમારા ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ક્યારેય તેમની ટીકા કરી નથી. તેમણે એમ જણાવ્યું કે પણ જે રીતે તેમણે અમારી ટીકા કરી છે, અમારા નેતાઓની વિરુદ્ધ બોલ્યા છે, તેના કારણે અમને ઘણું દુ:ખ પહોંચ્યું છે. મહારાષ્ટ્ર ફરી એકવાર ગઠબંધન સરકાર તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે આગળ વધી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફડનવીસ અને ઓમ માથુર આજે ઉદ્ધવ ઠાકરેને મળી શકે છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ અને શિવસેનાને ફરી સાથે મેળવવા જનતાએ આવો જનાદેશ આપ્યો છે.

English summary
Maharashtra BJP gives positive signs to joined hands with Shiv Sena.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X