મહારાષ્ટ્ર: CM પદને લઇને દેવેન્દ્ર ફડણવીસે આપ્યુ નિવેદન
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ અને શિવસેનાના જોડાણને બહુમતી મળી હતી, પરંતુ રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે બંને પક્ષો વચ્ચે મતભેદ થયા છે. આ દરમિયાન મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે અમારી પાર્ટી અધ્યક્ષે પુષ્ટિ આપી છે કે શિવસેના માટે સીએમ પદ માટે હજી સુધી કોઈ ફોર્મ્યુલા નક્કી કરાયો નથી. મને ખાતરી છે કે ભાજપના નેતૃત્વમાં સરકાર બનશે.
મંગળવારે એક ઇન્ટરવ્યુમાં દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી વિશેની ચર્ચા અંગે મોટું નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે તે નિશ્ચિત છે કે હું મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી રહીશ, અમારી પાસે કોઈ યોજના બી અથવા સી નથી. તેમણે વધુમાં કહ્યું કે, શિવસેનાની માંગણીઓને ધ્યાનમાં લઈને અમે ચૂંટણીમાં તેમની યોગ્યતાના આધારે આગળની યોજના બનાવીશું. તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે 21 ઓક્ટોબરના રોજ મતદાન થયું હતું અને 24 ઓક્ટોબરે ચૂંટણીનું પરિણામ આવ્યું હતું.
પરિણામોમાં ભાજપ અને શિવસેના ગઠબંધનને બહુમતી મળી. વિજય બાદ સીએમ પદને લઈને બંને પક્ષોમાં ચર્ચા ચાલી રહી છે. શિવસેનાએ માંગ કરી છે કે મુખ્યમંત્રીનું પદ અઢી-અઢી વર્ષ બંને પક્ષો પાસે રહેવું જોઈએ, જ્યારે ભાજપનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં તેમની જ પાર્ટીથી પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી રહેશે. આ બધાની વચ્ચે મહારાષ્ટ્રના વર્તમાન સીએમ દેવેન્દ્ર ફડણવીસના નિવેદનથી શિવસેનામાં ખળભળાટ મચી ગયો છે.
શિવસેનાના 45 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં: સંજય કાકડે
મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ ચાલુ છે, પહેલા સીએમ દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન અને હવે ભાજપના સાંસદ સંજય કાકડેએ કરેલા દાવાએ દરેકને આંચકો આપ્યો છે. કાકડેએ દાવો કર્યો છે કે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સંપર્કમાં શિવસેનાના 45 નવા ચૂંટાયેલા ધારાસભ્યો છે અને તે બધા ગઠબંધન સરકાર બનાવવા માંગે છે. મને લાગે છે કે આ 45 ધારાસભ્યોમાંથી કેટલાક ઉદ્ધવ ઠાકરેને મનાવી લેશે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે સરકાર બનાવશે. મને નથી લાગતુ કે એમની પાસે આની શિવાય બીજો કોઇ વિકલ્પ હોય.
શિવસેના નેતા સંજય રાઉતનો કટાક્ષ, મહારાષ્ટ્રમાં કોઈ દુષ્યંત નથી જેના પિતા જેલમાં હોય