સુશાંત કેસમાં મારા દીકરા આદિત્યને બદનામ કરવાની કોશિશ કરવામાં આવીઃ સીએમ ઉદ્ધવ ઠાકરે
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત વિશે મોટુ નિવેદન આપ્યુ છે. સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે પોતાના દીકરા આદિત્ય ઠાકરે સામે લાગેલા આરોપો પર ઉદ્ધવ ઠાકરેએ અભિનેત્રી કંગના રનોત સહિત વિપક્ષીઓ પર હુમલો કર્યો. તેમણે કહ્યુ કે કંગના જેવા લોકોએ મુંબઈ, તેની પોલિસ અને મહારાષ્ટ્રના બધા દીકરાઓને બદનામ કરવાની કોશિશ કરી છે.
રવિવારે શિવસેનાની વાર્ષિક દશેરા રેલીમાં બોલતા સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે કોઈએ આત્મહત્યા કરી છે. તે બિહારનો દીકરો છે, હોઈ શકે છે. પરંતુ તેના કારણે તમે મહારાષ્ટ્રના દીકરાઓને બદનામ કર્યા. તમે મારા દીકરા આદિત્યને પણ બદનામ કરવાની કોશિશ કરી, માટે તમે જે પણ કહ્યુ છે, તેને પોતાના સુધી રાખો. અમે સાફ છે. કંગના રનોતનુ નામ લીધા વિના ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, 'ન્યાયની આજીજી કરનારાઓ'એ મુંબઈ પોલિસ પર ગંદા આરોપ લગાવ્યા.
નામ લીધા વિના કંગના પર કટાક્ષ કરીને ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, 'મુંબઈ પીઓકે છે, ત્યાં દરેક જગ્યાએ ડ્રગ એડિક્ટ છે. તે આવી તસવીર પેઈન્ટ કરી રહ્યા છે.' આરોપ લગાવનારાઓને ખબર નથી કે અમે ગાંજો નહિ તુલસી ઉગાડીએ છે. ગાંજાના ખેતર તમારા રાજ્યમાં છે. મુંબઈ પોલિસ પર લાગેલા આરોપો પર તેમણે કહ્યુ કે મને મારી મુંબઈ પોલિસ પર ગર્વ છે. જે પોલિસે એક આતંકવાદીને જીવતો પકડ્યો છે, તે એકમાત્ર પોલિસ છે.
Video: અમેરિકામાં મત આપવા આવેલા લોકો કરવા લાગ્યા ડાંસ, કારણ જાણીને ખુશ થઈ જશો