ગુજરાતની કંપનીને મળેલો 321 કરોડનો કોન્ટ્રાક્ટ ઉદ્ધવે સીએમ બનતા જ કર્યો રદ
દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી રહેતા મહારાષ્ટ્ર સરકાર દ્વારા લેવાયેલા એક મોટા નિર્ણયને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી નવી સરકારે પલટી દીધો છે. ઉદ્ધવ ઠાકરેએ જેવી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની કમાન સંભાળી તેમણે ગુજરાત સાથે જોડાયેલ એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીને મળેલા 321 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે. કંપની આંતરરાષ્ટ્રીય હૉર્સ ફેરનું આયોજન કરવાની હતી. હવે આ કંપની નાણાકીય અનિયમિતતાના આરોપમાં ઘેરાઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં મહારાષ્ટ્ર પર્યટન વિકાસ નિગમ લિમિટેડે અમદાવાદના લલ્લૂજી એન્ડ સન્સ સાથે તુર્કીના આધાર પર નંદુરબારમાં સારંગખેડા દીપક સમારંભ માટે કૉન્સેપ્ટ, ડિઝાઈન, મેનેજમેન્ટ અને સંચાલન માટે કરાર કર્યો હતો. આ કંપની પહેલા કુંભ મેળા અને રણ ઉત્સવ માટે કામ કરી ચૂકી હતી. પરંતુ જે દિવસે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લીધા મહારાષ્ટ્ર પર્યટન વિભાગના મુખ્ય સચિવ અજય મહેતાના આદેશોનુ પાલન કરીને કરારને તત્કાલ પ્રભાવથી રદ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો.
અંગ્રેજી વર્તમાનપત્ર ઈન્ડિયન એક્સપ્રેસના સમાચારની માનીએ તો પર્યટન વિભાગના અંડર સેક્રેટરી એસ લમ્ભેટે જણાવ્યુ કે સરકારની મંજૂરી વિના જ સમજૂતી અને ધંધામાં લાભની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી. તે કેન્દ્રના માનદંડો અનુસાર નથી એટલા માટે આ એક ગંભીર નાણાકીય અનિયમિતતા છે.
આ પણ વાંચોઃ હૈદરાબાદ ડૉક્ટર કેસમાં મહિલાઓમાં ગુસ્સો, 7 વાગ્યા પછી ઘરમાં રહે પુરુષો, Video વાયરલ