Maharashtra CM : એકનાથ શિંદે મંત્રીમંડળમાં સામેલ નહીં થાય? જુઓ શું કહી રહ્યો છે વાયરલ વીડિયો
Maharashtra CM Oath Ceremony : મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામ બાદ આખરે 12 દિવસ બાદ નવી સરકાર શપથ લેવા જઈ રહી છે. આ સરકારની કમાન દેવેન્દ્ર ફડણવીસને સોંપવામાં આવી રહી છે.
5 ડિસેમ્બરે શપથગ્રહણ સમારોહ પહેલા મહાયુતિમાં બધુ બરાબર હોવાના દાવા કરાઈ રહ્યાં છે. જો કે આ બધા વચ્ચે એકનાથ શિંદેના હાવભાવ બીજો જ ઈસારો કરી રહ્યાં છે.

સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા રાજ્યપાલ ભવન પહોંચેલા ત્રણ મહાયુતિ નેતાઓની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.
આ વીડિયો જોઈને લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે. લોકો પુછી રહ્યાં છે કે એકનાથ શિંદે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાથી ખુશ નથી. આ સાથે તેમના હાવભાવ જોઈને સવાલ પણ ઉઠી રહ્યા છે કે શું એકનાથ શિંદે ડિમોશન લઈને મહારાષ્ટ્રની નવી મહાયુતિ સરકારમાં નાયબ મુખ્યપ્રધાન પદ સંભાળશે કે કેમ?
જણાવી દઈએ કે, મહાયુતિના ત્રણેય નેતાઓ રાજ્યપાલની સામે દાવો કરવા પહોંચ્યા ત્યારે એકનાથ શિંદે મહાયુતિના સહયોગી તરીકે ત્યાં હાજર હોવા છતાં અલગ-અલગ જોવા મળ્યા.
દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર ખુશ દેખાતા હતા અને એકબીજા સાથે વાત કરતા હતા પરંતુ એકનાથ શિંદેએ કેટલીક કાગળની કાર્યવાહી પૂર્ણ કરતી વખતે પણ ગંભીર જોવા મળ્યા.
#WATCH | Shiv Sena chief Eknath Shinde, BJP leader Devendra Fadnavis, NCP chief Ajit Pawar at Raj Bhavan in Mumbai to stake claim to form the government in the state.
— ANI (@ANI) December 4, 2024
Devendra Fadnavis to take oath as CM of Maharashtra tomorrow, 5th December pic.twitter.com/HTjM9ZuqFi
પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરતી વખતે એકનાથ શિંદેએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે કે નહીં તે અંગે સ્પષ્ટપણે કંઈ કહેવાને બદલે કહ્યું કે સાંજ સુધી રાહ જુઓ.
પત્રકારોએ અજિત પવારને ડેપ્યુટી સીએમ પદ અંગે પ્રશ્નો પૂછ્યા તો તેમણે કહ્યું કે હું શપથ લઈશ, હું વધુ રાહ જોઈશ નહીં. આ અંગે એકનાથ શિંદેએ મજાકમાં કહ્યું કે, દાદાને સવારે અને સાંજે બંને સમયે શપથ લેવાનો અનુભવ છે.












Click it and Unblock the Notifications
